બંધારણીય ફેરફાર થયા તો વધુ એક કાર્યકાળ માટે વિચારી શકુ છુંઃ પુતિન

0
20
Share
Share

મૉસ્કો,તા.૨૨

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમાવારે કહ્યું કે જો વોટર્સ બંધારણીય ફેરફારને મંજૂરી આપે છે, તો તેઓ વધુ એક કાર્યકાળ માટે વિચાર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ બંધારણીય ફેરફારને લઈને ૨૫ જૂનથી ૧ જુલાઈ સુધી સમગ્ર દેશમાં વોટિંગ થશે. ૨૦૨૪માં પુતિનનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જો બંધારણમાં સંશોધન થાય છે તો રાષ્ટ્રપતિ તરીકે પુતિન ૬-૬ વર્ષ માટે બે વખત રાષ્ટ્રપતિ બની શકે છે.

રશિયાના વિપક્ષી નેતાઓનો આરોપ છે કે બંધારણમાં નવું સંશોધન એટલા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી પુતિન ૨૦૩૬ સુધી સતામાં રહી શકે. બીજી તરફ સરકારે દાવો કર્યો છે કે સંસદની ભૂમિક અને પ્રશાસન-નીતિઓને મજબૂત કરવાની જરૂરિયાત છે. જો બંધારણીય ફેરફારને સંસદ અને કોર્ટેની મંજૂરી મળી જાય છે તો રાષ્ટ્રપતિ તરીકેના પુતિનના કાર્યકાળને શૂન્ય માની લેવામાં આવશે. આ રીતે તે ફરીથી રાષ્ટ્રપતિ બની શકશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here