બંગાળ ક્રિકેટ એસોસિએશનનો એક કર્મી કોરોનાગ્રસ્ત થતા ઑફિસ બંધ કરાઇ

0
47
Share
Share

નવી દિલ્હી,તા.૬

ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે આવેલી ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળની ઓફિસના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ કારણસર હવે એસોસિયેશનની ઓફિસ બંધ કરવામાં આવી છે. સાત દિવસ માટે ઓફિસ બંધ રહેશે.સીએબીના પ્રમુખ અભિશેક ડાલમિયાએ જણાવ્યું હતું કે સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરી રહેલા ચંદન દાસ નામના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

તેમે ચારનોક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે એક સપ્તાહથી ઓફિસ આવતો ન હતો પરંતુ મેડિકલ નિષ્ણાતોની સલાહ બાદ અમે સાત દિવસ માટે ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તમામ નિયમોનું પાલન કરીને ઓફિસને સેનેટાઇઝ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સીએબીની ઓફિસ સત્તાવાર રીતે ખોલવામાં આવી ન હતી પરંતુ ઓછામાં ઓછા કર્મચારીથી ઓફિસ ચાલુ રખાઈ હતી

જેથી કેટલીક જરૂરી કામગીરી થઈ શકે અને સંબંધિત હિતધારકોના પેમેન્ટ કરી શકાય. બંગાળમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. શનિવારે રાજ્યમાં રેકોર્ડ સંખ્યામાં ૭૪૩ કેસ પોઝિટિવ આવ્યા હતા અને એ દિવસે ૧૯ લોકોના મોત થયા હતા. કોલકાતામાં જ શનિવારે ૨૪૨ નવા કેસ આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here