બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરથી વરસાદની સંભાવના

0
15
Share
Share

આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની

ગાંધીનગર,તા.૧૭

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાઈ લઈ લીધી છે. આજથી નવરાત્રીની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યના જુદા જુગા ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. બંગાળી ખાડી પર સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ વળતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં.

હવામાન વિભાગની આગાહી મુજબ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તથા કચ્છમાં શનિવારે વીજળીના ચમકારા તથા વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રવિવારે વાવાઝોડાની અસર ઉપર દર્શાવેલા જિલ્લાઓ તથા ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા તથા સાબરકાંઠામાં પણ જોવા મળશે. સોમવારે પણ આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. મંગળવારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે ભરુચ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદની શક્યા છે. બુધવારે પણ આનંદ, ભરુચ, સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ વિશે હવામાન વિભાગના પ્રાદેશિક ડાયરેક્ટર જયંતા સરકારે જણાવ્યું કે, ૨૦૧૯માં પણ રાજ્યમાં ઓક્ટોબર માસમાં વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે ૬થી ૮ દરમિયાન દાહોદ અને કચ્છના ભૂજમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર, અમરેલી, લખતર, વઢવાણ સહિત જિલ્લામાં ગાજવીજ-પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું તો માછીમારી માટે ગયેલી નૌકાઓનો પરત બોલાવાઈ છે. અચાનક વરસાદ પડવાની આગાહી બાદ હવે જગતનો તાત પણ ચિંતામાં મૂકાયો છે. બીજી તરફ નવરાત્રીના તહેવારમાં જ વરસાદનું નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે ત્યારે પાંચ દિવસ સુધી વરસાદની આગાહીથી ઉજવણીમાં પણ અસર પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here