ફ્લોરિડામાં થયેલા ગોળીબારમાં બે FBI એજન્ટોનાં મોત થયા

0
27
Share
Share

આ ગોળીબારમાં એક શંકાસ્પદ આરોપી પણ ઠાર મરાયો એફબીઆઈના અધિકારીઓએ આ માહિતી આપી હતી

સનરાઇઝ (યુએસ), તા.૩

અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં બાળ શોષણ કેસમાં જારી કરાયેલા ફેડરલ સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં બે એફબીઆઈ એજન્ટોનું ગોળી વાગતા મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ ગોળીબારમાં એક શંકાસ્પદ આરોપી પણ ઠાર મરાયો છે. એફબીઆઈના અધિકારીઓએ આ માહિતી આપી છે.

એફબીઆઇ મિયામીના વિશેષ એજન્ટ માઇકલ ડી. લિવરોકે જણાવ્યું હતું કે ગોળીબારમાં શંકાસ્પદ પણ માર્યો ગયો હતો, જે થોડા સમય માટે ઘરની અંદર છુપાયો હતો. લિવરોકે જણાવ્યું કે ઘાયલ થયેલા બે એજન્ટોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે મૃતક એજન્ટોના નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે નહીં. શંકાસ્પદનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

લિવરોકે કહ્યું કે એજન્ટો બાળકો પરના હિંસક ગુનાના કેસમાં ફેડરલ સર્ચ વોરંટ પર ત્યાં પહોંચ્યા હતા. આ ઘટના મંગળવારે સવારે છ વાગ્યાની આસપાસ બની હતી ત્યારબાદ તેની આસપાસમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફ્લોરિડાના સનરાઇઝમાં શુટિંગ સાઇટની નજીક અનેક કાયદા અમલીકરણ એજન્સીઓ એકત્રિત થઈ હતી.

કાયદાના અમલીકરણ અધિકારીઓની બીજી મોટી ટુકડી ફોર્ટ લોડરડેલની એક હોસ્પિટલની બહાર એકત્રિત થઈ હતી, જ્યાં ગોળીબારનો ભોગ બનેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. સનરાઇઝ પોલીસ વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા અંગે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા રસ્તા બંધ છે.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, સનરાઇઝ પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ વોરંટ પરની કાર્યવાહી દરમિયાન કેટલાક એફબીઆઇ એજન્ટો ઘાયલ થયા હતા.

કાયદા અમલીકરણ અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે વોરંટનું પાલન કરતી વખતે ઘણા એફબીઆઇ એજન્ટોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ આ કેસમાં ચાલી રહેલી તપાસ અંગે વધુ વિગતો આપી શક્યા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here