ફ્રાન્સે ગલવાન ખીણમાં શહીદ થયેલા ભારતીય જવાનો પર શોક વ્યક્ત કર્યો

0
7
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરન્સ પૈલીએ ગઈ કાલે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને ગલવાન ખીણમાં શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનો પર શોક વ્યક્ત કર્યો છે.

રક્ષા મંત્રીએ તેમના પત્રમાં લખ્યું છું કે, આ સૈનિક, તેમના પરિવારો અને રાષ્ટ્રની વિરુદ્ધ હુમલો હતો. આ કપરા સમયમાં ફ્રાન્સના સશસ્ત્ર દળોની સાથે પોતાના દ્રઢ અને મૈત્રીપૂર્ણ સમર્થનને વ્યક્ત કરવા માગું છું.

ફ્રાન્સના રક્ષા મંત્રીએ રાજનાથ સિંહના આમંત્રણનું સ્વીકાર કરીને ભારતમાં મુલાકાત કરવા અંગે તત્પરતા વ્યક્ત કરી છે. ભારતના રક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે, ફ્રાન્સની દસોલ્ત એવિએશન કંપની જુલાઈના અંત સુધીમાં બે રાફેલ લડાકૂ વિમાન ભારતને સોંપી દેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here