ફ્રાન્સનો પાકિસ્તાનને મિરાજ વિમાનો,સબમરિન અને એર ડિફેન્ટ સિસ્ટમ અપગ્રેડ કરી આપવાનો ઇન્કાર

0
19
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૦

ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને ફ્રાન્સે બહુ મોટો ઝાટકો આપ્યો છે. ફ્રાંસમાં મહોમ્મદ પયંગબરના કાર્ટુનને લઈને સર્જાયેલા વિવાદ અને એ પછી ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઈસ્લામ અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં ફ્રાંસનો બહિષ્કાર કરવાનુ અને તેની સામે દેખાવો કરવાનુ પાકિસ્તાનને ભારે પડી ગયુ છે.

ફ્રાંસે હવે પાકિસ્તાની એરફોર્સના મિરાજ ફાઈટર જેટ, એર ડિફેન્સ સિસ્ટમ અને નેવીની ફ્રેન્ચ બનાવટની ઓગોસ્ટા ક્લાસ સબમરિનને અપગ્રેડ નહીં કરી આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પાસે ૧૫૦ જેટલા મિરાજ-૩ અને મિરાજ ૫ પ્રકારના ફાઈટર જેટ છે. જે ઘણા વર્ષોથી એરફોર્સમાં છે.જોકે હવે જ્યારે ઘરડા થઈ રહેલા વિમાનોને અપગ્રેડ કરવાની જરુર છે ત્યારે ફ્રાન્સે પાકિસ્તાનને આ માટે ના પાડી દીધી છે.

એવુ પણ મનાઈ રહ્યુ છે કે, તુર્કીના ઈશારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની ટીકા કરી હતી અને તેનાથી ફ્રાંસ નારાજ છે.ફ્રાંસે તો રાફેલ વિમાન ખરીદનારા અન્ય એક દેશ કતારને પણ ચેતવણી આપી છે કે, પાકિસ્તાનના ટેકનિશિયન્સને રાફેલ વિમાન સાથે કામ કરવા ના દે.ફાંસને આશંકા છે કે, પાકિસ્તાની મૂળના ટેકનિશિયલનો વિમાનની ગુપ્ત જાણકારી પાકને લીક કરી શકે છે.

ભારતે હાલમાં જ ફ્રાન્સ પાસે રાફેલ જેટ ખરીદયા છે.જેમાંથી કેટલાક વિમાન ભારત પહોંચી ચુક્યા છે.ફ્રાંસ હવે પાકિસ્તાની નાગરિકોને પણ બહુ જ આકરી ચકાસણી બાદ વિઝા આપી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ફ્રાન્સના પ્રમુખ મેક્રોનને ટેકો આપીને ફ્રાન્સના સમર્થનમાં એક નિવેદન પણ કર્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here