ફેસબુક વિવાદ પર દરેક ભારતીયે સવાલ પૂછવો જોઇએઃ રાહુલ ગાંધી

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક વિવાદ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં લખ્યું છે કે ફેક ન્યૂઝ, હેટ સ્પીચ અને પક્ષપાતને કારણે મહેનતથી મળેલા લોકતંત્રને નુકસાન નહીં પહોંચવા દઈએ. રાહુલ ગાંધીએ એવું પણ લખ્યું કે વૉલ સ્ટ્રીટ જર્નલના ખુલાસા પર દરેક ભારતીયએ સવાલ પૂછવો જોઈએ, જેમાં હેટ ન્યૂઝ અને ફૅક ન્યૂઝ ફેલાવવામાં ફેસબુક સામેલ હોવાની વાત કહેવામાં આવી છે.

પહેલા પણ પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વૉલ સ્ટ્રીટ જર્નલના ખુલાસાને લઈને બીજેપી અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “ભારતમાં બીજેપી અને આરએસએસનો ફેસબુક અને વૉટ્‌સએપ પર કબજો છે. તેઓ આ બંને માધ્યમથી ફૅક ન્યૂઝ અને નફરત ફેલાવવાનું કામ કરે છે. તેઓ આનો ઉપયોગ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કરે છે.” રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલા ટ્‌વીટમાં આ મુદ્દે કૉંગ્રેસનો પક્ષ રજૂ કરતા ત્રણ પત્ર પણ સામે મૂક્યા છે.

ઊભી કરનાર કૉંગ્રેસ નેતાઓમાં મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સામેલ છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, બીજેપીના નેતા ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. કૉંગ્રેસ નેતાઓ આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી છે જેનાથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખી શકાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here