ફેસબુક પોસ્ટ વિવાદઃતૃણમૂલ કોંગ્રેસે ઝકરબર્ગને પત્ર લખ્યો, કહ્યુ- ભાજપ અને ફેસબુક વચ્ચે લિંક છે

1
149
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૨

ફેસબુક પોસ્ટ વિવાદમાં કોંગ્રેસ પછી તૃણમૂલ કોંગ્રેસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકર્બર્ગને પત્ર લખ્યો છે. તેનો આરોપ છે કે ભાજપ અને ફેસબુક વચ્ચે કોઈ લિંક છે. પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયને લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને અમૂક મહિનાઓ જ બાકી છે, તમારી કંપનીએ બંગાળમાં ફેસબુક પેઈઝ અને એકાઉન્ટને બ્લોક કરવાની શરૂઆત કરી દીધી છે. આ તે લિંક તરફ ઈશારો કરે છે.

તેમણે કહ્યું કે બન્નેની મિલીભગતના જાહેરમાં ઘણા પુરાવા છે. તેમા તમારી કંપનીના ઈન્ટરનલ મેમો પણ સામેલ છે. અમુક વર્ષ પહેલા, મે આ અંગે તમારી સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતમાં ફેસબુક મેનેજમેન્ટ સામે લાગેલા આ ગંભીર આરોપમાં તપાસમાં પારદર્શિતા રાખવાની અપીલ કરી હતી. આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું, તમારા કર્મચારીઓએ મોદી સરકારના અધિકારીઓને અપશબ્દ કહ્યા અને તે ઓન રેકોર્ડ છે.

આઈટી મિનિસ્ટરે કહ્યું- તમારી કંપનીની અંદરથી જ પસંદ કરીને અમુક વાતો લીક કરવામાં આવે છે, જેથી એક વૈકલ્પિક જુઠ્ઠાણું ઉભું કરી શકાય. આંતરરાષ્ટ્રીય મીડિયા અને ફેસબુક કર્મચારીઓનું એક ગ્રૂપ ખરાબ નિયત રાખનાર લોકોને અમારા દેશના મહાન લોકતંત્ર પર કલંક લગાવવાની ખુલ્લી છૂટ આપી રહ્યું છે.

 

Share
Share

1 COMMENT

  1. You’re so awesome! I don’t think I have read something like
    this before. So wonderful to find someone with a few original thoughts
    on this topic. Really.. many thanks for starting this
    up. This web site is something that is required on the web, someone with a little originality!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here