ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ યૂઝર્સની કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ

0
45
Share
Share

સાન ફ્રાન્સિસ્કો,તા.૧૮

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાને કારણે દુનિયાભરમાં ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં લોગ ઈન કરી શક્યા નહોતા. એને લઈ યુઝર્સે ટિ્‌વટર પર ગુસ્સો પણ કાઢ્યો છે. તેવામાં ફેસબુક પર ઈન્સ્ટાગ્રામ યુઝર્સની કથિત રીતે જાસૂસી કરવાની વાત સામે આવી છે. ફેસબુક પર આરોપ લાગ્યો છે કે તે ડેટા ચોરી માટે કેમેરાનો ઉપયોગ કરે છે.

મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, આઈફોન યુઝર્સ જ્યારે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ નહોતા ત્યારે પણ ફોનનો કેમેરા એક્સેસ થતો જોવા મળ્યો હતો. જોકે ફેસબુકે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે. ફેસબુક પ્રમાણે આવું એક બગ અર્થાત ટેક્નિકલ ખામીને લીધે થયું છે.

સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં ગુરુવારે કરાયેલી અરજીમાં ન્યૂ જર્સીની ઈન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોન્ડિટીએ જણાવ્યું હતું કે એપના કેમેરાનો ઉપયોગ જાણીજોઈને કરવામાં આવ્યો હતો. એ યુઝરનો આવશ્યક અને મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી કરવા માટે કરવામાં આવે છે, નહિ તો કોઈ કેમેરા એક્સેસ કરતું નથી.

આ કેસ કોન્ડિટી ફજ ઈન્સ્ટાગ્રામ, LLC, 20-cv-06534, અમેરિકા જિલ્લા ન્યાયાલય, ઉત્તર કેલિફોર્નિયા (સાન ફ્રાન્સિસ્કો)નો છે. અરજી અનુસાર, યુઝરના ઘરનો પર્સનલ અને પ્રાઈવેટ ડેટા પ્રાપ્ત કરવા માટે આમ કરવામાં આવ્યું છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આ કાર્ય કરવા માટે સક્ષમ છે. જોકે આ કેસમાં ફેસબુકે કોઈપણ ટિપ્પણી આપી નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here