ફેશવોશથી ચહેરામાં ચમક

0
32
Share
Share

અમારી સ્કીન ખુબ સંવેદનશીલ હોય છે.જેના કારણે બહારના પ્રદુષણ, ધુળ માટી અને સુર્યની કિરણો તેના પર પ્રતિકુળ અસર કરે છે. દિવાળી નજક છે  ત્યારે હવે સતત ચહેરાને ફ્રેશ રાખવા માટે કેટલા તરીકા ઉજમાવી શકાય છે. ફેશવોશ ચહેરાને સાફ અને સુન્દર તેમજ ફ્રેશ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. જેથી દરેકને પોતાના ચહેરાને સ્વચ્છ અને સુન્દર રાખવા માટે સફાઇ પર ધ્યાન આપવુ જોઇએ. ચહેરા પર પુરતા પ્રમાણમાં ધ્યાન ન આપવાની સ્થિતીમાં સ્કીન સમય કરતા પહેલા જ એજિગ દેખાવવા લાગી જાય છે. કાળા નિશાન પડી જાય છે. બ્લેકહેડ્‌સ અને વ્હાઇટ હેડ્‌સ તેમજ ડ્રાઇ સ્કીનનો શિકાર પણ સ્કીન બની શકે છે. આપની સ્કીનમાં નિખાર યથાવત રહે અને સ્કીન ચમકદાર તેમજ સુન્દર રહે તે માટે ફેશવોશ આદર્શ તરીકે છે. ફેશવોશનો નિયમિત અને દરરોજ ઉપયોગ કરવામાંથી ચહેરા પર કાળા નિશાન પણ થતા નથી. આધુનિક સમયમાં જદી જુદી કંપનીઓ મોટા મોટા દાવા સાથે પોતાની ફેશવોશ પ્રોડક્ટસ બજારમાં રજૂ કરી ચુકી છે. જો કે કેટલાક લોકો તો હોમમેડ ફેશવોશને પણ મહત્વ આપી રહ્યા છે. તહેવારની સિઝનમાં સ્કીનની દેખરેખ માટે સૌથી સારો ઉપાય ફેશવોશનો યોગ્ય ઉપયોગ છે. આમાં પણ ઘરમાં બનાવવામાં આવેલા ફેશવોશનો ઉપયોગ વધારે અસરકારક રહે છે. કારણ કે તેમાં કોઇ પણ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફેશવોશથી સ્કીનને સાફ કરવાના પણ કેટલાક ફાયદા રહેલા છે. ધુળ, માટી, પરસેવા અને સુર્યના તાપના સંપર્કમાં આવવાથી ચહેરા પર તેની અસર થાય છે. મોટાભાગે અમારો સમય બહાર જ વિતે છે. આવી સ્થિતીમાં ફેશવોશથી ચહેરાને સાફ કરવાની સ્થિતીમાં તેલ, ધુળ અને માટીની સાથે તમામ પ્રદુષણ ચહેરા પરથી સાફ થઇ જાય છે. જો તમે દરરોજ મેક અપનો ઉપયોગ કરી રહ્યા છો તો ઉઘી જતા પહેલા તમામ મેક અપ ઉતારી લેવાની જરૂર હોય છે. સ્કીન મુજબ કોઇ પણ ફેશવોશનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ફેશવોશથી આપની સ્કીન સ્વસ્થ તાજી અને સાફ દેખાય છે. સ્કીનને જો આપ યોગ્ય રીતે સાફ રાખશો તો સ્કીનના પીએચ લેવલ યથાવત રહે છે. ફેશવોશ આપની સ્કીનની મૃત થઇ ગયેલી કોશિકાને બહાર કાઢવામાં પણ મદદરૂપ બને છે. જેના કારણે ચહેરા પર નમી અકબંધ રહે છે. સ્કીન મુલાયમ અને સુન્દર જવાન રહે છે. ફેશવોશ માત્ર બહારના પ્રદુષણને જ સ્વચ્છ કરે છે તેમ નથી બલ્કે મૃત કોશિકાને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. બ્લડ સરક્યુલેશન પર વધી જાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here