ફેશનપરસ્ત માનુનીઓમાં કેપ્રીની ફેશન

0
50
Share
Share

છેવટે વર્ષારાણીનું આગમન થયું અને આપણને ઉકળાટમાંથી છૂટકારો મળ્યો છે.  ઋતુ બદલાતાં જ ફેશનમાં પણ બદલાવ આવે છે. ફેશનપરસ્ત માનુનીઓ ચોમાસું શરૃ થતાં જ વોર્ડરોબને નવેસરથી ગોઠવે છે. વરસાદ આવતાં જ ચુડીદાર કે જિન્સ પહેરવાનું અગવડભર્યું લાગે છે. આજકાલ ઠેર ઠેર ઘુંટણસમા કે પીંડીસમા વરસાદના પાણી ભરાઈ જાય છે. આવા  સંજોગોમાં પેન્ટની બોટમ વાળીને કે પાયજામાને એક હાથમાં ઝાલીને બીજા હાથે છત્રી અને સેલફોન વચ્ચે સંતુલન જાળવતાં ચાલવાનું ફાવતું નથી. એટલે આજની ફેશનેબલ યુવતીઓ બર્મુડા શોટ્‌ર્સ, જેને કેપ્રી પણ કહેવામાં આવે છે તે પહેરવાનું વધુ પસંદ કરે છે.ફેશનઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આધુનીક યુવતીઓ અને સેલિબ્રિટીઓ દ્વારા કેપ્રીની માગ વધતી જાય છે એટલે આ પરિધાન ચોમાસાની  લેટેસ્ટ સ્ટાઈલ છે. પેરીસ હિલ્ટનથી લઈને મલાઈકા અરોરા ખાન, અનુષા દાંડેકર, અમૃતા અરોરા અને પ્રેરણા ગોયલ જેવી સેલિબ્રિટીઓ બર્મુડા પહેરેલી જોવા મળે છે.

કેપ્રીની ખાસિયત એ છે કે, તેને દિવસે, સાંજે કે રાત્રે પાર્ટીમાં પહેરી શકાય છે અને જિન્સની જેમ બર્મુડા સુધ્ધાં કોઈપણ સ્ટાઈલના ટોપ પર શોભે છે. કાર્ગો સ્ટાઈલના બર્મુડાની ઉપર પ્લેન ટેંક ટોપ પહેરીને સાંજના ચાલવા કે શોપીંગ કરવા જઈ શકાય છે.

સિલ્કી બ્લેક અથવા વ્હાઈટ બર્મુડા પર ક્લાસીક બેલ્ટ, આકર્ષક ટોપ અને ઊંચી એડીના સેન્ડલ પહેરીને પાર્ટીમાં જવાથી સહુના આકર્ષણનું કેન્દ્ર બની જશો. જો ઓફિસમાં પણ બર્મુડા પહેરવાની છૂટ હોય તો તેના પર  જેકેટ પહેરવાથી સ્ટાઈલીશ દેખાશે.ઘુંટણ સુધીની કેપ્રી સાથે કોઈપણ ડિઝાઈનના પગરખાં શોભે છે તેમ છતાં બર્મુડા સાથે પ્લેટફોર્મ હીલ, સ્ટ્રેપી શૂઝ કે જેઝી પમ્પ પહેરવાથી ઊંચાઈ વધારે લાગશે. જો તમારી ઊંચાઈ વધારે હોય તો પગમાં એડીવગરના ફ્લેટ ચંપલ પહેરવા.જે માનુનીઓની પીંડીનો ભાગ ભરાવદાર હોય તે કેપ્રી પહેરતાં શરમાય છે. પરંતુ કેપ્રી પર પ્લેટફોર્મ સેન્ડલ  પહેરવાથી પગ પાતળા અને આકર્ષક દેખાશે. કેપ્રી પર એકદમ કેઝ્યુઅલ લુક માટે બેલેટ ફ્લેટ, ફ્લીપ-ફ્લોપ્સ અને સેન્ડલ પહેરવા જોઈએ. પગમાંસપાટ પગરખાં હોય તો લુઝ ટોપ સાથે શોટ્‌ર્સ પણ સરસ દેખાય છે. જો કે, કેપ્રીમાં પગ સુંદર  દેખાય તે માટે પેડીક્યોર કરાવવું જરૃરી છે. સ્વચ્છ, સુંવાળી પાની અને નેઈલપોલીશ લગાડેલા પગના નખ પર સ્ટાઈલીશ પગરખા શોભે છે.

આજે ફેશનેબલ વસ્ત્રો માત્ર કોલેજીયન કે ૨૨-૨૫ વર્ષની યુવતીઓ જ નથી પહેરતી. પ્રત્યેક વયજૂથની માનુનીઓ આધુનિકતમ પરિધાન પહેરવા ઈચ્છતી હોય છે. જો કે, આજની આ નારી ફેશનના નામે વિવિધ ડિઝાઈનના પરિધાનના અખતરા કરવાને બદલે ડિઝાઈનરોની સલાહ પ્રમાણે શરીર પર શોભે તે પ્રકારના કપડા પહેરવાનું વધુ પસંદ કરે છે.ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીઓએ પાતળા કપડાના અથવા પીનસ્ટ્રાઈપ્સ ડિઝાઈનના બર્મુડા પહેરવા જોઈએ. ટુંકી ગરદન ધરાવતી માનુનીઓએ ડીપનેક ધરાવતાં શર્ટ અથવા ’વી’ આકારની નેકલાઈનના ટોપ પસંદ કરવા જોઈએ જેથી તેની ગરદન થોડી ઊંચી દેખાય.  ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી પણ ટૂંકા પગને સુંદર આકાર  સાંપડશે. આવી માનુનીઓએ શિફોન, ક્રેપ, જ્યોર્જટ અને પોલીસ્ટર જેવા કાપડના ટોપ પહેરવા જોઈએ.લાંબી યુવતીઓએ બ્રાઉન, ઓકર અને ઓફ વ્હાઈટ રંગના બર્મુડા સાથે લવેન્ડર, ગ્રીન, બ્લેક જેવા રંગના શર્ટ અથવા ટી-શર્ટ પહેરવા જોઈએ. ભરાવદાર શરીર ધરાવતી ફેશનેબલ માનુનીઓએ કોન્ટ્રાસ્ટ રંગોને ટાળવા તથા શરીરના ઉપરના અને નીચેના ભાગને અલગ કરવા માટે બેલ્ટ પહેરવો જોઈએ. વધુ પડતી ઊંચાઈ ધરાવતી લલનાઓએ  હાઈટ ઓછી દેખાડવા લાંબા ટોપ અને ફ્લેટ પગરખા પસંદ કરવા જોઈએ.

ભારે નિતંબ ધરાવતી ત્રીસી વટાવી ચૂકેલી માનુનીઓએ ડાર્ક બ્લુ, મરુન, બ્લેક, બ્રાઉન કે ડાર્કગ્રીન જેવા ઘેરા રંગના બર્મુડા પહેરવા જોઈએ. પાતળા ફેબ્રિકના રિંકલ અથવા લેયર્ડવાળા શર્ટથી પણ શરીર પાતળું દેખાશે. આ ઉપરાંત ભરાવદાર નિતંબને ઢાંકવા જેકેટ પણ પહેરી શકાય.જ્યારે પાતળી યુવતીઓ કાર્ગો કે બર્મુડા પહેરે છે તો થોડી ભરાવદાર દેખાય છે. આવી યુવતીઓએ એકદમ ટાઈટ ફિટીંગના અથવા લુઝ ફિટીંગના ટોપ કે શર્ટ ન પહેરવા જોઈએ. તે જ  પ્રમાણે બર્મુડા અને શર્ટ સાથે મોટો બેલ્ટ અને ચંકી જંક જ્વેલરી પણ પહેરવી જોઈએ. પાતળી નારીઓએ ગુલાબી અથવા ટર્કોઈસ જેવા રંગોને પસંદ કરવા જોઈએ. કેટલાક ડિઝાઈનરોના મતે એકવડો બાંધો ધરાવતી યુવતીઓ યોગ્ય ફિટીંગના બર્મુડા પહેરે તો સેક્સી દેખાય છે. પણ યાદ રાખો કે તે એટલા ટાઈટ ન હોવા જોઈએ કે દેહ એકદમ સુકલકડી દેખાય. આવા ફિટીંગવાળા બર્મુડા પર સ્ટ્રેપી હિલ્સ ખૂબ જ શોભે છે.છેલ્લા  ઘણા  સમયથી  લાંબા સ્કટ્‌ર્સ, મેક્સી ડ્રેસ,  એંકલ લેન્ગ્થ ઘાઘરા, પ્લાઝોની  ફેશન પૂરબહારમાં  ખીલી  છે. પરંતુ  ફેશન જગતમાં   એક ટ્રેન્ડ  લાંબો સમય ન ચાલે. તેથી હવે લાંબા- ખુલતા પોશાક ધીમે ધીમે  વિદાય લઈ રહ્યાં છે.  અને તેનુ સ્થાન મીની ડ્રેસ આંચકી  રહ્યાં  છે.વાસ્તવમાં   ફેશનની  દુનિયામાં  મીની ડ્રેસ  હમેશાંથી  માનીતા  રહ્યાં  છે. તેથી તે ફેશન ટ્રેન્ડમાં  અવારનવાર સ્થાન જમાવતા ંરહે  છે. તેમાયં લિટલ બ્લેક ડ્રેસ તો ઓલ ટાઈમ ફેવરીટ ગણાય  છે. જો માનુનીને પાર્ટીવેઅર માટે કાંઈ ન  સૂઝે તો છેવટે લિટલ બ્લેક ડ્રેસ હાથવગું   જ હોય.ફેશન ડિઝાઈનરો કહે છે કે આ  વર્ષના ડ્રેસમાં  ઘણી વિવિધતા જોવા મળશે.  ચીયરલીડર્સ પહેરે  છે એવા સ્કર્ટથી લઈને શાળાના   યુનિફોર્મ  જેવા બોક્સ  પ્લીટ્‌સના  મીની સ્કટ્‌ર્સ, માઈક્રોમીની ડ્રેસ, મીની વન પીસ, ફ્લોરલ ડિઝાઈનમાં  ફેન્સી બેલ્ટ  સાથેનું મીની વન પીસ, મીની કોટ ડ્રેસ, સ્ટ્રાઈપ્સ મીની ડ્રેસ અને હાઈ- એન્ડ પાર્ટી માટે મીની હાઈ- લો  ગાઉન જેવી સંખ્યાબંધ પેટર્ન મીની ડ્રેસમાં  જોવા મળશે.જો કે   અહીં પ્રશ્ન  એ છે કે શું બધી માનુનીઓને  સાવ ટૂંકા  કપડાં શોેભે ખરાં?  મીની ડ્રેસ માટે આ શાશ્વત  પ્રશ્ન  છે. પરંતુ ફેશન ડિઝાઈનરો આનો તોડ કાઢતાં  કહે છે કે જો તેને ચાલાકીપૂર્વક પહેરવામાં આવે તો તે મોટાભાગે  બધી માનુનીઓને સારો લાગે. જો તમારા  પગ  બહુ સુંદર ન હોય અને ફિગર પણ આકર્ષક ન હોય તો લેગિંગ અથવા સ્ટોકિંગ્સ સાથે મીની ડ્રેસ પહેરો.  જો તમને સાવ ટૂંકુ સ્કર્ટ પહેરતા સંકોચ થતો  હોય છતાં તે પહેરવાની લાલચ ન રોકી શકતા હો તો તેના ઉપર મીની સ્કર્ટથી એક- દોઢ ઈંચ જેટલી  ઓછી  લંબાઈનું  ખુલતું ટોપ પહેરો.  તેવી જ રીતે બોક્સ  પ્લીટ્‌સ ધરાવતો  મીની ડ્રેસ સહેજ ખુલતો હોવાથી તેમાં પુષ્ટ કમર તથા નિતંબ  ઘણા અંશે ઢંકાઈ  જાય છે.જેમની  ઊંચાઈ  ઓછી  હોય એવી  યુવતીઓ મીની ડ્રેસ સાથે  ઊંચી  એડીના પગરખાં પહેરે તો ખૂબ સુંદર લાગે  છે.  જ્યારે લાંબા છતાં પુષ્ટ પગ હોય તો મીની  ડ્રેસ સાથે ટાઈટ- હાઈ  બૂટ પહેરી લો. આમ કરવાથી તમારા ભરાવદાર  પગ ઢંકાઈ જશે. અને એકદમ  સ્ટાઈલિશ  પણ લાગશે.સ્ટ્રાઈપવાળા  મીની વન પીસ સાથે એંકલ  લેન્ગ્થના શૂઝ ખૂબ જચે  છે. જ્યારે ફૂલોની પ્રિન્ટવાળા  મીની વન પીસ પર આકર્ષક બેલ્ટ પહેરો.હાઈ-એન્ડ  પાર્ટીમાં  ધ્યાનાકર્ષક બનવા મીની હાઈ- લો ગાઉન  બેસ્ટ ઓપ્શન  છે. કમરના  બંને ભાગ પાસેથી પાછળ સુધી લટકતું  ગાઉન અને પેટ પાસેથી મીની ડ્રેસ  અનોખો લુક પેદા કરે છે. તેમાંય આ પેટર્ન ઘેરા રંગમાં વધુ શોેભે છે. આ ડ્રેસ સાથે  ઊચી એડીના  સ્ટ્રાઈપ્સવાળા  પગરખાં સિવાય બીજી કોઈ એક્સેસરીનો ઉપયોગ ન કરો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here