ફેબ્રુઆરી ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ગુજરાતીઓ ગુમાવ્યા ૬૯.૫૮ કરોડ

0
16
Share
Share

અમદાવાદ,તા.૧૪

છેલ્લા ગણતરીના માસમાં જ ગુજરાતીઓના ૬૯ કરોડ સાયબર ક્રાઇમ ના ગુનામાં ડૂબી ગયા છે. તો સાયબર ક્રાઇમના ગુનાઓ સામે રક્ષણ કવચ સમાન આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર સાત કરોડ જ સાયબર ક્રાઇમ બચાવી શકી છે. જે વાત શરમજનક છે. કેમકે મોટાભાગની સુવિધા સાયબર ક્રાઇમને અપાઈ છતાંય તે લોકોના નાણાં ન બચાવી શકી. લોકડાઉન બાદ લોકો ડિજીટલ વેગ તરફ વધ્યા છે. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન ખરીદી સહિત ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ડિજીટલ ઉપયોગના કારણે મોબાઈલ ધારકોના ડેટા પણ ઓનલાઈન સસ્તા ભાવે વેચાઈ રહ્યાં છે.

આ ડેટાના માધ્યમથી સાયબર ક્રાઇમના ગુના કરતી ટોળકી લાલચ, યુક્તિ પ્રયુક્તિથી લોકોને છેતરીને રૂપિયા પડાવી લે છે. ત્યારે ગુજરાતમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ ખાસ શરૂ કરવામા આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯ થી ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતીઓ ૬૯ કરોડ ૫૮ લાખ ગુમાવી ચૂક્યા છે, તો તેની સામે સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ માત્ર ૭ કરોડ ૪૦ લાખ રૂપિયા જ બચાવવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સફળ રહી છે.

ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટના

વર્ષ    ૨૦૧૭    ૪૫૮

વર્ષ    ૨૦૧૮    ૭૦૨

વર્ષ    ૨૦૧૯    ૭૮૪

સાયબર ક્રાઇમ અલગ અલગ સંસ્થામા જનજાગૃતિ માટે કાર્યક્રમ કરીને જાણે ધતિંગ કરે છે, પણ લોકોના નાણાં અનેક સુવિધાઓ પોતાની પાસે હોવા છતાં બચાવી શકી નથી. તો બીજી તરફ સાયબર ક્રાઈમ કરતી ગેંગ અવનવી ટેકનિક ગુના કરવાની લઈને લોકોને છેતરી રહી છે અ સાયબર ક્રાઇમની ટીમ આ ચેલેન્જ પડકારવામાં અંશતઃ સફળ થઈ છે. ત્યારે ક્યાં સુધી લોકોના નાણાં ઠગબાજો ચાઉં કરતા રહેશે અને ક્યાં સુધી હાથ પર હાથ દઈ સાયબર ક્રાઇમની ટીમ બેસી રહેશે તે સવાલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here