ફેબ્રુઆરીમાં નાગિન ૫ પર પડદો પડી શકે છે : રિપોર્ટ

0
12
Share
Share

તારીખ હજુ નક્કી નથી થઈ, ટીમને પહેલાથી જ જાણ છે  છેલ્લો એપિસોડ આ મહિનાના અંતમાં શૂટ કરવામાં આવશે

મુંબઈ,તા.૧૨

ટીવી શો નાગિન ૫ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એકતા કપૂરની સીરિયલ નાગિન ૫ ટૂંક સમયમાં ઓફ એર થવાની છે. શરદ મલ્હોત્રા, સુરભિ ચંદના અને મોહિત સહેગલનો આ ટીવી શો ઓગસ્ટ ૨૦૨૦માં શરુ થયો હતો અને તેના ૬ મહિના બાદ એટલે કે ફેબ્રુઆરીમાં આ શો ઓફ-એર થવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ’નાગિન-૫ પર ફેબ્રુઆરીમાં પડદો પડવાનો છે. તારીખ હજુ નક્કી નથી થઈ. ટીમને પહેલાથી જ આ વિશે જાણ છે. છેલ્લો એપિસોડ આ મહિનાના અંતમાં શૂટ કરવામાં આવશે. આ શોને એકતા કપૂરનો વેમ્પાયર સાથે જોડાયેલો કોઈ શો રિપ્લેસ કરશે. શરદ મલ્હોત્રા અને સુરભિ ચંદનાના કારણે નાગિન ૫ને દર્શકો તરફથી અટેન્શન મળ્યું. આ સીરિયલમાં પહેલીવાર શરદે વિલન વીરાંશુ સિંઘાનિયાનો રોલ પ્લે કર્યો છે. જે બાદમાં પત્ની બાની માટે શક્તિશાળી, હેન્ડસમ અને પ્રોટેક્ટિવ પતિ બને છે. અગાઉ સુરભિ ચંદનાએ કહ્યું હતું કે, નાગિનનો રોલ પ્લે કરવો તે મોટી જવાબદારી છે. આ સિવાય સરખામણી કરવી તે મનુષ્યનો સ્વભાવ છે. ખાસ કરીને તેવા શોમાં જેણે ચાર સીઝન પૂરી કરી છે. તેથી જ્યારે શોના મેકર્સે મારો સંપર્ક કર્યો ત્યારે મને આશંકા હતી કે લોકો મને સ્વીકારશે કે નહીં. આ સિવાય મારી ચિંતા મેં પ્રોડ્યૂસર એકતા કપૂર સમક્ષ પણ વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે કહ્યું હતું કે, તું છવાઈ જઈશ. તેમણે મારા તરફ વ્યક્ત કરેલા વિશ્વાસે મને આ રોલ સ્વીકારવા માટે આગળ ધકેલી તેમજ દસગણી મહેનત કરવા માટે પ્રેરિત કરી. સુરભી ચંદના આ સીરિયલમાં આદિનાગિનનો રોલ ભજવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here