ફેક ન્યુઝ ખતરનાક દુષણ તરીકે છે

0
36
Share
Share

ફેક ન્યુઝના વધતા જતા દુષણના કારણે હવે ચિંતા પણ વધી રહી છે. આ દુષણને રોકવા માટેની બાબત ખુબ મુશ્કેલ પણ છે. જેથી તેને લઇને તમામ લોકો પરેશાન થયેલા છે. હાલના  સમયમાં ફેક ન્યુઝના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થયેલા છે, આને રોકવાને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. જો કે આને રોકવાની બાબત એટલી સરળ નથી. ઇન્ટરનેટ  દ્વારા જેટલી ટેકનિકલ સુવિધા અમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેટલી જ સમસ્યા પણ ઉભી થઇ રહી છે. આમાં સોશિયલ મિડિયા પર હાલના સમયમાં ફેક ન્યુઝનો પ્રવાહ છે. સોશિયલ મિડિયામાં આધુનિક સમયમાં ફેક ન્યુઝ એક મોટા પડકાર તરીકે ઉભરીને આવતા તેમાં તમામ લોકો હેરાન છે. એકબાજુ જ્યાં ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. ત્યારે તેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા જુદા જુદા સોશિયલ મિડિયાના એપ્સથી ફેક ન્યુઝનો ફેલાવો સતત થઇ રહ્યો છે. આ ફેક ન્યુઝનો સામનો કઇ રીતે કરવામાં આવે તેને લઇને તમામ નિષ્ણાંતોમાં પણ હાલમાં ચર્ચા છેડાઇ છે પરંતુ આ પડકારને સફળતાપૂર્વક પાર પાડવાની બાબત જેટલી દેખાય છે તેટલી સરળ નથી. ફેક ન્યુઝના પ્રવાહને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા પુરતા સાબિત થઇ રહ્યા નથી. ફેક ન્યુઝનો અર્થ એવા નિરાધાર અને આધારવગરના સમાચારથી છે જે સોશિયલ મિડિયા પર એક સાથે હજારો લોકો સુધી મિનિટોના ગાળામાં જ પહોંચી જાય છે. આના કારણે અફવા તો ફેલાય છે સાથે સાથે સ્થિતી ખરાબ થવાનો ભય પણ રહે છે. આના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પણ વણસી જાય છે. સોશિયલ મિડિયાના એક મોટા માધ્યમ તરીકે વ્હાટસ એપનો ઉપયોગ ભારતમાં રેકોર્ડ ગતિથી જોરદાર ક્રેઝ તરીકે વધ્યો છે. આશરે ૨૦ કરોડથી વધારે લોકો દરરોજ અબજો સંદેશાઓની આપલે કરે છે. તેમાં ફોટો અને વિડિયો પણ સામેલ છે. આમાંથી મોટા ભાગના મેસેજ અને ફોટો તો ફોરવર્ડ કરવામાં આવે છે. આ જ સ્થિતી ફેસબુક, ટેલિગ્રામ અને અન્ય પ્લેટફોર્મની થયેલી છે. સોશિયલ મિડિયા પર જે સંદેશા આવે છે તે તે તેમાં કોઇ પણ પ્રકારની ચકાસણી વગર અન્યને ફોરવર્ડ કરી દેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શોશિયલ મિડિયા પર ફેક ન્યુઝના કારણે નફરત ફેલાવવા માટેનો જે સિલસિલો જારી રહ્યો છે તે ખુબ જ ખતરનાક અને ઘાતક બની ગયો છે. તેનુ સ્તર ચિંતાજનક સ્તરે છે. બાળકોની ચોરી, સાંપ્રદાયિક હિંસા અને નફરત જેવા સમાચાર ફોરવર્ડ કરવાની પ્રક્રિયા સૌથી વધારે રહી છે. સરકારની સામે તથ્યવગરના સમાચાર અને ઉશ્કેરણીજનક સમાચારો સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવે છે. જે ખતરનાક સાબિત થાય છે. બનાવટી અને બોગસ સમાચારના કારણે લોકોની વચ્ચે એક પ્રકારથી ભય અને અજ્ઞાત ભયની સ્થિતી ફેલાઇ રહી છે. દેશભરમાં બાળક ચોરીના મામલાના કારણે છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ ભીડ દ્વારા એક ડઝનથી વધારે લોકોને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યા છે. આ સમાચારથી દેશના લોકોના માથા શરમથી ઝુકી જાય છે. સોશિયલ મિડિયા પર ભ્રામક માહિતી અને અફવાથી સ્થિતી કાબુ બહાર જતી રહે છે. આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરતા ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ચેતવણી પણ જારી કરવામાં આવી છે જે આ આમાં કોઇ નક્કર તપાસમાં વિગત ખુલશે તો અફવા અને ફેક ન્યુઝના મામલે કાર્યવાહી કરવામાં આવશે. જો કે સરકાર દ્વાર લેવામાં આવી રહેલા પગલા અપુરતા સાબિત થઇ રહ્યા છે. ફોરવર્ડ મેસેજની ઓળખ કરવામાં આવી રહી છે પરંતુ મેસેજના મુળ સોર્સ કોણ છે તે અંગે માહિતી મેળવી લેવાની બાબત ચોક્કસપણે મોટા પડકાર સમાન છે. ભારતમાં ફેક ન્યુઝના દુષણને રોકવા માટે આના પર કાર્યયોજના બનાવવામાં આવી રહી છે. ડિજિટલ કંપનીઓ દ્વારા સોશિયલ રિસર્ચની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અમને પણ આ બાબત અંગે વિચારણા કરવાની જરૂર છે કે જે સંદેશા અમે બીજાને ફોરવર્ડ કરી રહ્યા છીએ તેમાં કોઇ વાસ્તવિકતા છે કે કેમ. કોઇ  માહિતીમાં ધ્યાન આપ્યા વગર આવતાની સાથે અન્યોને ફોરવર્ડ કરી દેવાથી સમસ્યા વણસી રહી છે. હિંસા ફેલાય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. જે સંદેશા અમે અન્યોને ફોરવર્ડ કરી રહ્યા છીએ તેમાં ધ્યાન આપીને આગળ વધવાની જરૂર છે. જો સ્વવિવેકથી પોતાના સ્તર પર તથ્યોની ચકાસણી કરી લેવામાં આવે તો આ સમસ્યાનો નિકાલ આવી શકે છે. સમસ્યાને દુર કરી શકાય નહીં તેમ નથી. પરંતુ આ સંવેદનશીલ મુદ્દા પર જવાબદારી સાથે તમામ લોકો સાથે આવે તે ખુબ જરૂરી છે. કારણ  કે ફેક ન્યુઝના કારણે એક તો દેશમાં શાંતિપૂર્ણ માહોલને અસર થઇ રહી છે. સાથે સાથે ધાર્મિક ભાવનાઓને ઠેસ લાગી રહી છે. જે ખતરનાક બાબત છે. આ પ્રકારના અહેવાલથી હિંસા ભડકી ઉઠે તેવી દહેશત પણ હમેંશા રહે છે. આવી સ્થિતીમાં ફેક ન્યુઝના દુષણને રોકવા માટે તમામ લોકો સાથે આવે અને માહિતી પ્રમાણિક છે કે કેમ તે અંગે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here