ફુડ ટેકનોલોજીમાં રિવોલ્યુશન

0
85
Share
Share

અમેરીકન ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, જીનેટીઝલી મોડીફાઈડ ખેત પેદાશ પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. છેવટે આધુનિક ટેકનોલોજી એટલે કે જનીનોને એડિટ કરવા માટે વપરાતી  ક્રીસ્પર ટેકનીકથી મોડીફાઈડ થયેલ વનસ્પતિ, છોડ કે ફલોનાં ઝાડને કેટલીક વહીવટી મંજુરી મેળવવાની ઝફામાંથી પસાર ન થવું પડે તે રીતે નિયમો બદલી નાખ્યા છે.હવે શાકભાજી, અનાજ અને ફળોનાં છોડ/ઝાડ વગેરે પર થતો બેકેટરીયા અને વાયરસનો હુમલો/રોગચાળા દુર કરવા માટે આવી વનસપ્તિમાં જીનેટીક ફેરફાર ઝ્રઇૈંજીઁઇ વડે કરવાની અને મંજુરી નહી લેવાની છુટ આપી છે. ટુંક સમયમાં કૃષિક્ષેત્રે વધારે ઉત્પાદન મેળવી શકાશે. ઉપરાંત ઉત્તમ ગુણવત્તા વાળો આહાર, આમ આદમી સુધી પહોંચી શકશે. એટલે કે ટુંકા સમયમાં ક્રીસ્પર ફુડ તમારા શહેરનાં સુપર માર્કેટમાં મળતાં થઈ જશે. બે જાતની વનસ્પતિ વચ્ચે ફોસ બ્રીડીંગ કરવા કરતાં ક્રીસ્પર વડે થતી જીન એડીટીંગ ટેકનિક સુપર ફાસ્ટ છે.ઉત્તર અમેરીકા, દક્ષિણ અમેરીકા અને ઓસ્ટ્રેલીયામાં જીનેટીક એન્જીનીયરીંગ વડે તૈયાર થયેલ બિયારણમાંથી પાક લેવાય છે. હવે શક્કરીયા, બીટ અને શેરડીનાં પાક માટે ક્રીસ્પર ટેકનીક વાપરી ઉત્કૃષ્ટ છોડ પેદા કરવા વૈજ્ઞાનિકો મથી રહ્યાં છે. હવાઇ ટાપુ પર થતાં પપૈયાની નેવું ટકા પેદાશ જીનેટીકલી મોડીફાઇડ છે જે રીંગસ્પોટ નામનાં વાયરસ સામે જબરજસ્ત રક્ષાત્મક કવચ મેળવેલ હોય છે.બ્રિટનમાં ઘઉંની પેદાશ વધારવા તેનાં પર જીનેટીક એન્જીનીયરીંગનું ઓજાર વાપરવામાં આવ્યું છે જેથી ૪૦% વધારે ઉપજ મળે છે. આ છોડમાં નવા એન્જાઇમ્સ / ઉત્સેચકો ઉમેરવામાં આવ્યા છે. જે સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ વાપરીને મહત્તમ પ્રમાણમાં ફોટોસીન્થેસીસ / પ્રકાશ સંશ્લેષણ પ્રક્રીયા કરી, વનસ્પતિ માટે વધારે ખોરાક બનાવે છે. વધારે ખોરાક મતલબ કે વધારે ઉપજ.જે માટે ન્યુબ્રીડીંગ ટેકનીક, જીન એડીંટીંગ વાપરવામાં આવે છે. જીન એડીંટીંગ વડે વનસ્પતિ પાકમાં વધારાના પોષક તત્વો ઉમેરવામાં આવે છે. ગોલ્ડન રાઇસ નામની ચોખાની જાતમાં વિટામીન ’એ’ માટેનું પુરક તત્વ બેટા કેરોટીનનું વધારે લેવલ ઉમેરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ અને ફીલીપાઇન્સમાં ગોલ્ડન રાઇસની ખેતી શરૃ થઇ ગઇ છે. આ ગોલ્ડન રાઇસ / ચોખામાં માત્ર બેટા કેરોટીનનું વધારાનું લેવલ જ છે એવું નથી. તેમાં ઝીંક અને લોહ તત્વનું લેવલ પણ વધારવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલીયાનાં વિટામીન ’એ’ વાળા કેળા, કેન્યામાં વિટામીન ’એ’ વાળા શોરગમ, સ્વીત્ઝરલેન્ડમાં વિટામીન મ્‌૬ વાળા કાસાવા છોડ, વગેરે વિકસાવવામાં આવ્યાં છે.એક પ્રકારનાં અળસીના દાણા જેવો ’કેનોલા’માં ઓમેગા-૩ જેવાં ફેટી એસીડ ઉમેરવામાં આવ્યા છે. જે સારા પ્રકારની ચરબી ગણાય છે. વૈજ્ઞાનિકો ગ્લુટેન ’ફ્રિ’ ઘઉં અને વિટામીન ’’ઈ’’ યુક્ત શાકભાજી વિકસાવી રહ્યાં છે.ક્રીસ્પર ટેકનીકનો વધારે ઉપયોગ શાકભાજી, ફળ, ફુલની વનસ્પતિમાં બેકટેરીયા અને વાયરસનો ચેપ લાગતો અટકાવવાની કોશિશ થઇ રહી છે. ગોલ્ડન મોઝેઇક વાયરસ, પ્લઝપોક્ષ વાયરસ, જેવાં વાયરસથી પહેલેથી જ રક્ષણ મેળવી શકે તેવી વનસ્પતિની જાત / સ્પીસીઝ તૈયાર થઇ ગઇ છે.ક્રીસ્પર ટેકનીકથી તૈયાર થયેલ કેટલોક આહાર માર્કેટ માટે ’રેડી’ છે. કોબીજનો ટેસ્ટ લાંબો સમય સુધી જળવાઇ રહે તે માટે  ક્રીસ્પર કેસ વડે ખાસ એન્ઝાઇમ્સ ઉમેરવામાં આવ્યા છે. મશરૃમમાં કરવામાં આવેલ ક્રીસ્પર ટેકનીકથી બાહ્ય પ્રોટીન કે એન્ટીબોડીનાં કારણે તેનો રંગ ’બ્રાઉન’ થતો હતો તે સમસ્યા દૂર થઇ શકી છે.  જે આહારમાં પ્રોટીન હોય છે. તેમાં વધારો કરવા, પ્રોટીન કન્ટેન્ટની ’સેલ્ફ લાઇવ’ વધારવા અને તેનો સ્વાદ લાંબો સમય જાળવી રાખવા માટે ’કેસ’ એન્ઝાઇમ્સ વૈજ્ઞાનિકો વાપરી રહ્યાં છે. આ પ્રકારનાં ઉત્સેચકો / એન્ઝાઇમ્સ બેકટેરીયામાંથી મેળવવામાં આવે છે.ચીઝ અને યોગાર્ટ માટે ક્રીસ્પર રામબાણ ઈલાજ સાબીત થઇ રહી છે. વિવિધ ડેરી પ્રોડક્ટ અને રેડીમેડ ફુડ ઈન્ડસ્ટ્રીઝવાળા હવે  ક્રીસ્પર આધારીત પ્રોડક્ટ વિકસાવવા માટે રસ દાખવી રહ્યા છે. જેનો મતલબ છે આવનારા સમયમાં લાંબો સમય ટકી શકે અને બગડે નહીં તેવાં ફોર્ટીફાઇડ ચીઝ, દૂધ, માખણ વગેરે સુપર માર્કેટમાં આવવા માંડશે. ડેરી પ્રોડક્ટ ઉપરાંત વડે ક્રીસ્પરની કમાલ જીનેટીકલી મોડીફાઇડ ઓર્ગેનીઝમમાં પણ જોવા મળશે. સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોમાં રહેલી ખામીઓ માટે આહારમાં  પ્રોટીનમાં અનિયમીતતા શોધવામાં આવે છે.હવે ઓર્ગેનીક ફુડમાં  અશુધ્ધ અનિયમીતતા શોધી કાઢવાનું ઝડપી બનશે એટલું જ નહીં ક્રીસ્પર વડે પ્રોટીનમાં જોવા મળતી ઈરેગ્યુલારીટી / અનિયમીતતા ઝડપથી શોધી કાઢીને તેને સુપેરીયીલ ક્વૉલીટી વાળા પ્રોટન વડે બદલી શકાશે. જેનો મતલબ થયો આહારમાં વધારાનો પ્રોટીનનો ડોઝ ઈન્જેક્ટ કરવાની જરૃર પડશે નહીં. તેનાં સ્થાને ફળ, શાકભાજી અને અનાજનાં છોડ વિકાસ પામતા હોય તે તબક્કામાં જ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન તેમાં પેદા કરી શકાશે.સામાન્ય રીતે સારી ઉપજ મેળવવા માટે પહેલાં, ચોક્કસ જનીનને અલગ તારવવા પડતા હતાં. ખાસ પ્રકારનું બિયારણ પસંદ કરવું પડતું હતું. ત્યારબાદ તેનાં ઉપર બ્રીડીંગ / સંકરણ પ્રક્રીયા અજમાવવામાં આવતી હતી. હવે છોડમાં એન્ટી બાયોટીક રેઝીસ્ટન્સ / અવરોધ પેદા કરનારા જનીન, સીધા જ દૂર કરી શકાશે. નબળા જનીનને કારણે પ્રોટીન એક્સપ્રેશન નબળુ પડે છે. જેને જૈવિક રીતે  ક્રીસ્પર વડે સરળતાથી, ઝડપથી સુધારી શકાશે.હાલનાં તબક્કે એક અદ્રશ્ય ક્રાંન્તિ આકાર લઈ રહી છે. જેનો પાયો જીનેટીક એન્જીન્યરીંગ વડે નાખવામાં આવ્યો છે. જીનેટીક એન્જીન્યરીંગ વડે શાકભાજી, અનાજ અને ફળોની વિવિધ જાતોને સુધારવામાં આવી છે. છોડ પાસેથી ખાસ પ્રકારની ઔષધી માટેનું ’રો’ મટીરીઅલ્સ મેળવી શકાય છે. પ્રાણીઓની શારીરિક ખામીઓ દુર કરીને ખુબીઓમાં વધારો કરી શકાય છે. પ્લાસ્ટીક પેદા કરવા છોડનો ઉપયોગ થાય છે. બાયો ફ્યુઅલ અને રસાયણોને હવે જીનેટીક એન્જીન્યરીંગ વડે મેળવી શકાશે. લોકો વિચારે છે કે જનીનોનું એડિટીંગ કરી વૈજ્ઞાનિકો ’’ઈશ્વર’’ બનવાની કોશીશ કરી રહ્યાં છે. જે વિચારસરણી સદંતર ખોટી છે.થોડા વર્ષો પહેલાં જ મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જનીનોમાં રહેલ ખામી દૂર કરવાની અને અનોખી ખુબી ઉમેરવા માટેની નવતર શૈલી શોધવામાં આવી હતી. જે ક્રીસ્પર  તરીકે ઓળખાય છે. આ ટેકનીકનાં સહશોધક જેનીફર દોદના કહે છે કે, આવનારાં વર્ષોમાં મનુષ્યની સંખ્યામાં મોટો વધારો થશે. વસ્તી વધારાનાં કારણે લોકોનો ખોરાક પુરવઠો મેળવવો મુશ્કેલ બનશે. આવા સમયમાં જીનેટીક ટેકનોલોજી વડે વધારે ઉપજ આપતાં પાકનું નિર્માણ થઈ શકશે. ટુંકમાં વિશ્વને વધેલી વસ્તી માટે વધારાનો આહાર આપવાની ક્ષમતા ક્રીસ્પર ટેકનોલોજીમાં રહેલી છે.દુનિયાનાં કેટલાંક દેશોમાં જીનેટીઝલી મોડીફાઈડ ઓર્ગેનિઝમ  ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુરોપ અને અમેરિકાનાં દેશોમાં જ્યાં માસાંહાર માટે ઘેટા, બકરાં, મરઘી, ભૂંડ, માછલીઓ અને દુધાળા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તેમને ખોરાકમાં મકાઈ, સોયાબીન કે બીજો ઘાસચારો આપવામાં આવે છે તે ’જીનેટીઝલી મોડીફાઈડ’ જ હોય છે. ક્રીસ્પર  હાવર્ડ યુનિ. અને એમઆઇટીનાં વૈજ્ઞાનિકોએ ગ્રાઉન્ડબ્રેકીંગ રિપોર્ટ આપ્યો. તેમણે  ક્રીસ્પર સીસ્ટમમાં સુધારો કરી માત્ર ડિએનએ જ નહીં, આરએનએ સિક્વન્સ પર પણ એડીટીંગ કરવાની અનોખી સિધ્ધિ મેળવી હતી. આ અરસામાં જ ટેકનોલોજીકલ રિવ્યુમાં ’’ક્લીવ્ઝ ધ મિનટેસ્ટ ડિએનએ’’ પ્રકાશિત થયો હતો. ક્રીસ્પર શબ્દ એક ટુંકાક્ષરી શબ્દ સમુહ છે. જેનું પૂરુ નામ ’’ક્લસ્ટર્ડ રેગ્યુલર્લી ઈન્ટરસ્પેસ પેસીફ્રોમીક રિપીટ’’ થાય છે. જે એકકોષી સજીવમાં / પ્રોક્ટીયોટીક ડિએનએ સિક્વન્સમાં જોવા મળે છે. આ સિક્વન્સ, કોષની કોષ લેવલની / સંરક્ષણ સીસ્ટમ તરીકે કામ કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here