ફિલ્મ વિક્રમ વેધામાં આમિર ખાનને હટાવી રિતીક રોશની થઇ એન્ટ્રી

0
18
Share
Share

મુંબઈ,તા.૨૬

બોલિવૂડથી જોડાયેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૨૦૧૭ની તમિળ સુપરહિટ વિક્રમ વેધામાં રિતીક રોશનની એન્ટ્રી થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ પહેલાથી જ સામે આવી ચૂક્યું હતું. ઓરીજીનલ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિક્રમ વેધા એક પ્રામાણિક પોલીસ અધિકારી અને ગેંગસ્ટર વેધાના ટકરાવની વાર્તા છે. પોલીસ અધિકારી વિક્રમની ભૂમિકામાં માધવન હતા, જ્યારે વિજય ગેંગસ્ટર વેધાની ભૂમિકામાં હતો.

મળતી માહિતી મુજબ રિતીક હિન્દી રિમેકમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે, જ્યારે સૈફ પોલીસ અધિકારી હશે. વિક્રમ વેધાની કહાનીની પ્રેરણા એ વિક્રમ વેતાલની લોકકથા છે. જ્યારે પણ પોલીસ અધિકારી આ ગેંગસ્ટરને પકડે છે, ત્યારે તે તેની જિંદગીની નવી વાર્તા કહીને ભાગી જાય છે. આ પહેલા વેધાની ભૂમિકામાં આમિરનું નામ ફિલ્મ માટે ચર્ચામાં હતું. પરંતુ હવે મળતી માહિતી મુજબ  આમિરની જગ્યાએ હવે રિતીક રોશનની એન્ટ્રી થઈ ગઈ છે.

હિન્દી રિમેકનું પુષ્કર-ગાયત્રી નિર્દેશન કરશે. જેણે તમિળ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મને નીરજ પાંડે સપોર્ટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. જોકે નિર્માતાઓ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ સુધી ફિલ્મના કાસ્ટિંગની જાહેરાત પણ કરવામાં આવી નથી. રિતીક રોશન અને સૈફ અલી ખાન પહેલીવાર કોઈ ફિલ્મમાં આમને-સામને આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here