ફિલ્મ મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે રોમેન્સ કરતી જોવા મળશે જાહ્નવી

0
40
Share
Share

મુંબઈ,તા.૩૦
ધડક ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ જાહ્નવી કપૂર સતત આગળ વધી રહી છે. ફિલ્મ ગુંજનની શૂટિંગ તેણે મોટાભાગે પૂર્ણ કરી લીધી છે અને આવનાર સમયમાં તેની પાસે પ્રોજેક્ટ્‌સની કોઈ કમી નથી રહેવાની. તાજા રિપોટ્‌ર્સ અનુસાર જાહ્નવી ટૂંક સમયમાં જ ફિલ્મ મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે કામ કરતા જોવા મળશે.
જાહ્નવી હાલમાં દોસ્તાનાના સીક્વલ પર કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે અને આ બધા વચ્ચે તેને મિસ્ટર લેલેમાં વરૂણ ધવનની સાથે રોલ ઓફર કરવામાં આવ્યો છે. ખબર છે કે ફિલ્મ લીડ રોલ માટે પહેલા કિયારા અડવાણીને ઓફર કરવામાં આવી હતી. જોકે ડેટ ઈશ્યુઝના કારણે કિયારા આ પ્રોજેક્ટથી બહાર થઈ ગઈ છે અને હવે આ ભુમિકા જાહ્નવીને ઓફર કરવામાં આવે છે.
જાહ્નવીની ફિલ્મ ગુંજન સક્સેનાની વાત કરવામાં આવે તો તોમાં તે એક ફાઈટર પાયલેટની ભુમિકા નિભાવતી જોવા મળે છે. ફિલ્મના ઘણા પોસ્ટર જાહેર કરવામાં આવી ચુક્યા છે અને જાહ્નવી આ રોલમાં ખૂબ કમાલ લાગી રહી છે. જાહ્નવીની પહેલી ફિલ્મની સક્સેસ બાદ હવે ફેન્સ તેની આવતી ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહીત છે. ફિલ્મના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here