ફિલ્મ ફેર માટે કરિનાએ સૈફનું શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું

0
40
Share
Share

કરિના કપૂર ખાન હાલમાં પ્રેગ્નેન્ટ છે
ફિલ્મ ફેર મેગેઝિનનાં ઓગસ્ટ મહિનાનાં કવર પેજ માટે કરિના કપૂર ખાને આ ફોટોશૂટ કરાવ્યું હોવાના અહેવાલ
મુંબઇ, તા.૧૮
કરિના કપૂર ખાને હાલમાં જ ફિલ્મ ફેર મેગેઝિન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં તેણે જે શર્ટ્‌સ પહેર્યા છે તે સૈફ અલી ખાનનાં છે. અને સાથે જ આ ફોટો પણ સૈફ દ્વારા જ પાડવામાં આવ્યાં છે. જે માટે કરિના કપૂરે સૈફ અલી ખાનનો આભાર પણ માન્યો છે. આપને જણાવી દઇએ કે, કરિના કપૂર ખાન હાલમાં પ્રેગ્નેન્ટ છે અને આ ફોટોશૂટ થોડા સમય પહેલાં જ શૂટ થયુ છે. જોકે એકપણ ફોટામાં કરિનાનો બેબી બમ્પ જોવા મળતો નથી. કરિનાએ આ ફોટોશૂટની તસવીરો તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ફિલ્મ ફેર મેગેઝિનનાં ઓગસ્ટ મહિનાનાં કવર પેજ માટે કરિના કપૂર ખાને આ ફોટોશૂટ કરાવ્યું છે. આપને જણાવી દઇએ કે, હાલમાં કરિના બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને તે આ પ્રેગ્નેન્સીનો સમય બખુબી એન્જોય કરી રહી છે. તે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે અને સાથે જ હેશટેગ કરીને સેકન્ડ પ્રેગ્નેન્સી ટ્રેન્ડ કરી રહી છે. તો બીજી તરફ તે અન્ય બ્રાન્ડ્‌સ માટે પણ ફોટોશૂટ કરાવતી રહે છે જે વિશે પણ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તે માહિતી આપતી રહે છે. કરિના કપૂરની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here