મુંબઈ,તા.૨૬
દિલ્હી હાઈકોર્ટે કોપીરાઈટ કેસમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન પાસેથી જવાબ માગ્યો છે. ઈન્ડિયન સિંગર્સ રાઈટ્સ એસોસિએશનની અરજી પર હાઈકોર્ટે કરણના પ્રોડક્શન હાઉસને સમન પાઠવવામાં આવ્યું. આઈએસઆરએએ ફિલ્મ ’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં તેમના ગીતોના કોમર્શિયલ ઉપયોગ કરવાનો આરોપ લગાવતા રોયલ્ટીની માગ કરી છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૧ની તારીખ નક્કી કરી છે. કોર્ટ આગામી સુનાવણી સુધી આઈએસઆરએને કોઈપણ પ્રકારના વળતર આપવાનો ઇનકાર કર્યો છે. આઈએસઆરએનો આરોપ છે કે ધર્મા પ્રોડક્શને ’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં ત્રણ ફિલ્મોનાં ગીતોનો ઉપયોગ કર્યો છે. આ ગીત ’એ જી ઓજી’ (રામ લખન), ’ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક)’ અને ’સાજન જી ઘર આયે હૈ’ (કુછ કુછ હોતા હૈ). એસોસિએશનને ફિલ્મમાં તેમના ઉપયોગ કરવાને કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ધર્મા પ્રોડક્શનની બાયોપિક ’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ પહેલા પણ વિવાદોમાં રહી છે. ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રિલીઝ થયા બાદ ઈન્ડિયન એરફોર્સ (ૈંછહ્લ)એ ફિલ્મમાં વાયુસેનાની ખોટી છાપ બતાવવાનો આરોપ લગાવ્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે વાયુ સેનામાં મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.