ફિલ્મ કેજીએફ ચેપ્ટર ટુ ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ થશે રીલીઝ

0
25
Share
Share

મુંબઈ,તા.૩૦

રોકિંગ સ્ટાર કન્નડ યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ કેજીએફ ૨ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વિજય કિરગંદુર નિર્માતા અને પ્રશાંત નીલ દિગ્દર્શિત આ ફિલ્મનો પહેલો ભાગ સફળ રહ્યો હતો પરંતુ હવે કેજીએફ ૨)ની જાહેરાતનું વાતાવરણ સર્જાયું છે જોઇને લાગે છે કે ફિલ્મ સિનેમા જગતમાં એક નવો રેકોર્ડ બનાશે. .આ મલ્ટિસ્ટારર ફિલ્મના ટીઝરએ એક એવો ઇતિહાસ રચ્યો છે. ૧૦૦ મિલિયનથી વધુ વ્યૂઝ સાથે, તે અત્યાર સુધીનો સૌથી વધુ જોવાયેલ ટીઝર બન્યું. દરેક લોકો કેજીએફ ૨ ના રિલીઝની રાહમાં હતા હવે તે પૂરી થઇ છે. લોકોને ટીઝર ખૂબ ગમ્યું. આ ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સંજય દત્ત અને રવિના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં દરેકનો લૂક જોવા મળ્યો હતો. હવે ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવી ગઈ છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરતા કરી. આ ફિલ્મ ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ રીલિઝ થવાની છે. સંજય ‘કેજીએફ-૨’માં અધીરાનો રોલ પ્લે કરશે. ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિળ અને મલયાલમાં જોવા મળશે. હાલમાં જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ ‘કેજીએફ ચેપ્ટર ૨’ના હિન્દી રાઈટ્‌સ ૯૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં ૭ જાન્યુઆરીએ યશના જન્મદિવસના એક દિવસ પહેલા જ યશના ચાહકને સરપ્રાઈઝ આપવા માટે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

જોકે ટીઝરને પહેલા ૮ જાન્યુઆરીએ એટલે યશના જન્મદિવસ પર રિલીઝ કરવાનું હતું. ‘કેજીએફ ૨’ના ટીઝરે જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો હતો. કેજીએફનો પહેલો ભાગ ૨૦૧૮ માં રજૂ થયો હતો. કન્નડ, તમિલ, તેલુગુ અને હિન્દી, આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા. ૨૫૦ કરોડથી વધુની કમાણી કરનારી આ પહેલી કન્નડ ફિલ્મ હતી.તે હિન્દીમાં ડબ કરવામાં આવેલી ચોથી ફિલ્મ હતી, જે સૌથી વધુ કમાણી કરનાર હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here