ફિલ્મો ડિમાન્ડની બાબતે સલમાન અને વરૂણ કરતા આગળ નિકળ્યો ટાઈગર શ્રોફ

0
19
Share
Share

મુંબઈ,તા.૧૪

એક તો કોરોના વાયરસ અને બીજુ ડ્રગ્સ કનેક્શન. આ બે વસ્તુએ બોલિવૂડની હાલત ખરાબ કરી દીધી છે. લોકો હાલ કેટલાક અભિનેતા, અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શકથી નફરત કરવા લાગ્યા છે. જ્યારથી સુશાંતસિંહ રાજપૂતનું મોત થયું છે. ત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક વળાંક આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે ડ્રગ્સ કનેક્શન બહાર આવતા સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખલબલી મચી  જવા પામી હતી.

ટેલિવિઝન પર છેલ્લા થોડા અઠવાડિયાઓથી હિંદી ફિલ્મની બોલબાલા ચાલી રહી છે. હિંદીમાં ડબ કરેલી દક્ષિણ ભારતીય ફિલ્મોને પણ લોકો જોઇ રહ્યા છે. જે લોકો પૈસા આપીને ફિલ્મો જોવાનું પસંદ કરે છે તેઓ હિંદી ફિલ્મો જોઇ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી વરુણ ધવન અને સલમાન ખાનની ફિલ્મો ડિમાન્ડમાં હતી. પરંતુ હવે ટાગિર શ્રોફ બાજી મારી ગયો છે.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાએ ગયા અઠવાડિયાના ટીવી ડાટા બહાર પાડ્યા હતા. જેના અનુસાર, ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-૩ દર્શકોની પ્રથમ પસંદગી રહી હતી. અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ બાગી-૩ બે ભાઇઓના પ્રેમની કહાની હતી. પ્રિમિયમ ચેનલો પર પણ બાગી-૩ ને પ્રથમ સ્થાન મળ્યું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે, ટાઇગર શ્રોફ હવે યુવા પેઢીનો માનીતો અભિનેતા બની ગયો છે. સલમાન અને વરુણ ધવનથી તે આગળ નીકળી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here