ફિરોઝાબાદમાં ભાજપા નેતાની નિર્મમ હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

0
16
Share
Share

ફિરોઝાબાદ,તા.૧૭

ઉત્તરપ્રદેશના ફિરોજાબાદમાં ભાજપ નેતા ડીકે ગુપ્તાની ગોળી મોરી હત્યા કરવામાં આવી છે. બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ડીકે ગુપ્તાને ગોળી મારી હતી. ત્યાર બાદ ઘાયલ નેતા ગુપ્તાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.

જોકે આ હત્યાના કાવતરા પાઠળ કોનો હાથ છે તે હજી સુધી સામે આવ્યું નથી. પોલાસનું કહેવુ છે કે પરિવારજનોને જેના પર શંકા લાગશે તેના વિરુદ્ધ અમે તપાસ અને કાર્યવાહી કરીશુ. ભાજપ નેતાની હત્યા બાદ લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના નારખી પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા બીચની છે. જયાં દયાશંકર ગુપ્તા ઉર્ફે ડીકે દુકાન ચલાવતા હતાં. શુક્રવારે રાતે લગભગ ૮ વાગ્યે દયાશંકર દુકાન બંધ કરી ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યાં હતાં. આ દરમિયાન પલ્સર બાઈક પર ત્રણ બદમાશોએ આવી તેમને ગોળી મારી દીધી હતી, ત્યાર બાદ બદમાશો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાં.

ગોળીનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતાં. જેમાંથી એક સ્થાનિકે પોલીસને જાણ કરી અને ઈજાગ્રસ્ત નેતા ડીકે ગુપ્તાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. દયાશકંર ઉર્ફે ડીકે ગુપ્તા ભાજપ નારખી મડળના ઉપાધ્યક્ષ હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here