ફિફા વર્લ્ડકપ માટે ભારતની અંડર -૧૭ની ટીમના કોચિંગ કેમ્પમાં સોનગઢની શુભાંગી પસંદગી

0
35
Share
Share

સોનગઢ,તા.૨
સોનગઢ ના ગુણસદા ગામે આવેલ એક શાળાની વિદ્યાર્થિનીની ફિફા વર્લ્ડકપ અંડર-૧૭ ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતા સોનગઢ પંથકનું ગૌરવ વધ્યું છે. સોનગઢના ગુણસદા ખાતે કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સીંગ નામની વિદ્યાર્થિનીની ફૂટબોલની રમતમાં ક્ષમતા નિહાળી એની પસંદગી ૨૦૨૨ માં યોજાનારા ફિફા વર્લ્ડ કપની અંડર-૧૭ ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાળાના કોચ ડો.વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગી સીંગ આ પહેલા સુબ્રોતો કપ, રિલાયન્સ કપ,રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે.
શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ શાળાના જ અને ગત વર્ષે જ ધોરણ ૧૨માં અભ્યાસ કરી ગયેલા માસ્ટર દીપ ટેલર કે જે પણ ઉત્તમ ફૂટબોલ ખેલાડી છે એની પસંદગી ભારતીય વાયુસેનામાં થઇ હતી.શાળાના આચાર્ય આરાધના વર્મા અને કોચ વિજયભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા એ બંને ને સફળતાની શુભકામનાઓ આપવામાં આવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here