ફાસ્ટેગને લઈને સરકારે આપી રાહત…રોકડ ચૂકવણીની વ્યવસ્થા પણ ગોઠવાશે

0
39
Share
Share

ગાંધીનગર,તા.૧૭
સરકારે ૬૫ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના નિયમોમાં થોડા સમય માટે રાહત આપી છે કેમ કે, અત્યારે ત્યાં હજુ પણ લોકો ટોલ ટેક્સની ચૂકવણી રોકડમાં કરે છે. આ ૬૫ ટોલ પ્લાઝા પર ૨૫ ટકા રસ્તાઓને ૩૦ દિવસ માટે રોકડ ચૂકવણી અને ફાસ્ટેગ લેન બંને લાઈનમાં છૂટ આપવામાં આવી છે. હાઈબ્રિડ અથવા ફાસ્ટેગથી ચૂકવણી અને રોકડ ચૂકવણી કરનારા બંને પ્રકારના વાહનો જઈ શકે છે. બંને વ્યવસ્થામાં બંને પ્રકારના વાહનો જઈ શકે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના આપવામાં આવી છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ અસ્થાયી વ્યવસ્થા ૩૦ દિવસની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને નાગરિકોને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here