ફળ-શાકભાજીનો પ્રયોગ આ રીતે કરો

0
24
Share
Share

થાળીના દુશ્મનો હવે વધી રહ્યા છે. આ સંબંધમાં હવે સાવધાની પણ જરૂરી બની રહી છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે વિવિધ પ્રકારની બિમારીને ટાળવા અને શાકભાજી તેમજ ફળફળાદીને યોગ્ય રીતે ઉપયોગમાં લેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે. આના માટે સૌથી પહેલા તો ફળ અને શાકભાજીને બે મિનિટ સુધી ગરમ અને મિઠાથી મિક્સ કરેલા પાણીમાં નાંખી દેવાની જરૂર હોય છે. ત્યારબાદ ફળ અને શાકભાજીને ફરીથી એકવાર ઠંડા પાણીથી ધોઇ કાંઢીને સાફ કરીને તેનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. આના કારણે તેના નુકસાનકારક તત્વો નિકળી જાય છે. આવી જ રીતે બેથી ત્રણ ચમચી હળદર પાઉડરને પાણીમાં ઉકાળી લેવાની જરૂર હોય છે. તેને ત્યારબાદ ઠંડુ કરીને ૧૦ મિનિટ માટે શાકભાજી  અને ફળોને નાંખી દેવામાં આવે છે. ત્યારબાદ ધોઇને તેનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે. ત્રીજા પ્રયોગની વાત કરવામાં આવે તો ત્રણથી ચાર ચમચી બેકિંગ સોડા અથવા તો સિરકા પાણીમાં મિકસ કરવામાં આવે છે. જેમાં ૧૦ મિનિટ સુધી ફળ અને શાકભાજીને રહેવા દેવામાં આવે છે. ત્યારબાદ ધોઇને તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેમિકલથી બચવા માટેના કેટલાક તરીકા રહેલા છે. જો તેને અજમાવવામાં આવે તો રાહત થાય છે. નિષ્ણાંતો કહે છે કે સૌથી પહેલા તો ધ્યાન આપવા માટેની બાબત એ છે કે કૃત્રિમ રીતે પકવી દેવામાં આવેલા ફળ ઓછા ચમકીલા હોય છે. તે ૨થી ત્રણ દિવસમાં પીળાથી કાળા પડી જાય છે. જ્યારે કાર્બાઇડથી પકવી કાઢેલા ફળના સ્વાદ વચ્ચેથી મિઠા અને કિનારા પર ખાટા હોય છે. બીજી બાજુ સાવધાનીની અન્ય એક બાબત એ છેકે કુદરતી રીતે પાકી ગયેલા ફળના નીચેના હિસ્સા કાળા થઇ જાય છે. ફળ અને શાકભાજીને ખાતા પહેલા અને તેનો ઉપયોગ કરતા પહેલા પહેલા ગરમ પાણીમાં અને ત્યારબાદ ફરી એકવાર ઠંડા પાણીથી સાફ કરવાથી ફાયદો થાય છે. આના કારણે કેમિકલથી બચી શકાય છે. જતંનાશકનો ઉપયોગ ઘટાડી દેવા માટે શાકભાજી અને ફળને તેના ઉપરના હિસ્સાને દુર કરીને ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. હમેંશા વિશ્વસનીય દુકાનો પરથી શાકભાજી, ફળની ખરીદી કરવી જોઇએ. જેના કારણે મિલાવટ અને ભેળસેળનુ પ્રમાણ ઓછુ રહે છે. ફુલાવર અને કેબિજને ઉપયોગમાં લેતા પહેલા તેના ઉપરના હિસ્સાને દુર કરવામાં આવે તેવી સલાહ તમામ નિષ્ણાંતો આપે છે. લાલ મરચાના પાઉડરમાં ઇંટ પાઉડર એ કલર મિક્સ કરવામાં આવે છે. તેને પાણીમાં નાંખવામાં આવે તે જરૂરી છે. મરચા છે તો ઉપર આવી જશે. હળદરમાં કેટલીક બુંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને એટલી જ બુંદો પાણી નાંખીને પ્રયોગ કરી શકાય છે. જો આવુ કરવામાં આવ્યા બાદ હળદરના રંગમાં ફેરફાર થાય છે તો હળદરમાં મિલાવટ છે તે બાબત સાબિત થઇ જાય છે. દાળ ખાંડમાં પણ મિલાવટ કરવામાં આવે છે. તેને હાથમાં રગડી નાંખવામાં આવે છે. જો તેના રંગ દેખાય તો તે અસલી છે., આવી જ રીતે દુધની કેટલીક બુન્દોને કોઇ વાસણ પર નાંખો, જો બુન્દો કોઇ નિશાન છોડ્યા વગર વહી જાય છે તો તેમાં મિલાવટ છે. તેમાં પાણી છે તે બાબત સાબિત થાય છે. શુદ્ધ ધુધ ધીમે ધીમે વહી જાય છે. સાથે સાથે સફેદ દાગ છોડી જાય છે. લીલા મટરમાં કલરમાટે મેલાકાઇટ મિક્સ કરવામાં આવે છે. તેને પાણીમાં થોડાક સમય માટે મિક્સ કરવામાં વે છે. રંગ જો મિક્સ છે તો તેના કલર ધીમે ધીમે ઉતરી જશે.   આવી રીતે જુદી જુદી સાવધાની રાખીને કેમિકલના ખતરનાક અસરથી બચી શકાય છે. સાથે સાથે શરીરને નુકસાન પહોંચાડી રહેલા હાનિકારક તત્વોની અસરને ટાળી શકાય છે. સાવધાની રાખવાથી ફાયદા રહેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here