ફરી એકવાર વિવાદોમાં સલમાન ખાનનો શો, અભિનેત્રી કવિતાએ લગાવ્યો આરોપ

0
22
Share
Share

મુંબઈ,તા.૨૦

વિવાદાસ્પદ ટીવી શો ‘બિગ બોસ ૧૪’માં સતત ઝગડાઓ થાય છે. લડાઇ તકરાર થવી આ શોમાં કોઇ નવી વાત નથી. મંગળવારના શોના એપિસોડમાં, એક ઝઘડો થયો હતો મામલો એટલો બીચક્યો હતો કે સલમાનને વચ્ચે પડવુ પડ્યુ હતુ. શોમાં ભાગ લઈ રહેલ કવિતા કૌશિકે એઝાઝને ધક્કો માર્યો હતો, જેનાથી એઝાઝ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. આ મામલો એટલો પકડ્યો કે બિગ બોસને દરમિયાનગીરી કરવી પડી. બિગ બોસે કહ્યું કે કવિતાએ એઝાઝને ધક્કો માર્યો તેની પાછળ નુકસાન પહોંચાડવાનો ઇરાદો ન હતો.

શોના તમામ સ્પર્ધકો કવિતા કૌશિકને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે બધા કહે છે કે આ રીતે ધક્કો મારવો તે યોગ્ય નથી, તમે ખરાબ દેખાશો. એઝાઝ સાથેના ઝઘડા દરમિયાન કવિતા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે સલમાન ખાન અને મેકર્સ પર પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, ખરાબ તો હું લાગી જ રહી છુ મને જાણી જોઇને આવી ચીતરી દેવામાં આવી છે. મારી સામે આખુ જૂથ એકઠુ થયુ છે. મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાઇ રહ્યુ છે.

મને ખરાબ રીતે અપશબ્દો કહેવામાં આવ્યા અને લડાઇ તકરાર કરવા ઉકસાવામાં આવી. આ વસ્તુઓ ટીવી પર ન બતાવવી જોઇએ. મારી ઇમેજનો સવાલ છે. કવિતાએ કહ્યુ જમવા જેવી વાતમાં કવિતા આટલો મોટો ઝઘડો કરે તે કેટલી હદે યોગ્ય છે. દિવસેને દિવસે મારી છબી ખરાબ થઈ રહી છે. મને મોકો મળશે તો હું જરૂર મારો પક્ષ સામે રાખીશ. સલમાન મારી વાતોમાં સહેજ પણ ઇન્ટરેસ્ટેડ નથી લાગતા. એઝાઝનો પક્ષ લઇ કહે છે તુ બરાબર કરી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here