ફરી આંદોલનના ભણકારા દેખાતા પોલીસ કાફલો તૈનાત

0
16
Share
Share

બેરોજગાર યુવાનો દ્વારા ફરી આંદોલનની ચર્ચા
બિન સચિવાલય, શિક્ષકોની ભરતી, એલઆરડીની ભરતી થતી ન હોવાથી યુવાનોનું સોશિયલ મીડિયા પર આંદોલન
ગાંધીનગર,તા.૧૬
લોકડાઉન પહેલા સરકારી ભરતી અને તેના પરિણામોને લઈને વિવાદ સર્જાતા મહિનાઓ સુધી શિક્ષિત બેરોજગાર યુવાનોએ આંદોલન કર્યું હતું. ફરી એક વખત આવી સ્થિત સર્જાય તેવો માહોલ ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસને રાજ્યભારમાં લોકોના વેપાર ધંધા ઠપ્પ છે. અનેક લોકો નોકરી ગુમાવી રહ્યા છે. લોકડાઉનને કારણે છેલ્લા ૭ મહિનાઓથી સરકારી ભરતીની તમામ પ્રક્રિયાઓ બંધ પડેલી છે. આ સ્થિતિમાં બિન સચિવાલય, શિક્ષકોની ભરતી, એલઆરડીની ભરતી થતી ન હોવાથી યુવાનો કોરોના મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર આંદોલન કરી રહ્યા છે. શિક્ષિત બેરોજગાર યુવાનોનો આક્રોશ જોઈને સરકારેને આશંકા છે કે યુવાનો ફરી ગાંધીનગરમાં આંદોલન કરી શકે છે. આવી સ્થિતિ સર્જાય નથી તે માટે ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિક્ષિત બેરોજગારોની નારાજગી વચ્ચે જ થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી દ્વારા ૮૦૦૦ નિમણૂક પત્રો તાત્કાલિક ધોરણે આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે ગઈ કાલે જ પોલીસ વિભાગમાં સાત હજારથી વધારે નોકરી માટેની જગ્યાઓનો મંજૂરી આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here