ફતેગંજ પોલીસ મથક કસ્ટડીયલ ડેથ મામલે તપાસનો ધમધમાટ શરૂ

0
20
Share
Share

વડોદરા,તા.૨૦

વડોદરા શહેરના  ફતેગંજ પોલીસ મથક કસ્ટડીયલ ડેથ મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે બાબુ શેખની લાશને કેનાલમાં પધરાવી દેવાઇ હોવાની આશંકાને લઇ સીઆઈડી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સીઆઇડીના વડાની નજર તળે ટીમ બાબુ શેખની લાશ શોધવા છાણી કેનાલ પહોંચી છે.

નડિયાદનું એસઆરપી ગ્રુપ,રેસ્કયુ ટીમ પણ વડોદરામાં આવી પહોંચી છે. સાથે જ વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેનાલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ લાશની શોધખોળ દરમિયાન કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના લીધે વડોદરા શહેરમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. આ પાણી કાપથી શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ૩ લાખ લોકોને પાણી નહીં મળે .મહત્વપૂર્ણ બાબત છે કે કસ્ટડીયલ ડેથ મામલે પીઆઇ, પીએસઆઇ સહિત ૬ પોલીસકર્મી જેલમા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here