ફડણવીસનો સળસળતો જવાબ-ચૂંટણી પ્રચાર માટે કોઈ સ્ટારની જરૂર નથી

0
21
Share
Share

મુંબઇ,તા.૧૪

શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સુશાંત સિંહ રાજપૂતના મોત મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં આ મુદ્દાને ભાર આપવા માટે કંગના રનૌતને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. તો આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તે લોકોને ચૂંટણી પ્રચાર માટે કોઈ સ્ટારની જરૂર નથી. તેમની પાસે સુપરસ્ટાર નરેન્દ્ર મોદી છે. બિહારમાં કંગનાને પ્રચાર કરાવવા અને ચૂંટણીમાં ફાયદા માટે કંગનાને સપોર્ટ કરવાની વાત બીજેપીએ ફગાવી દીધી છે.

દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાને જવાબ આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “અમને કોઈ સ્ટારની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા સ્ટાર અને દેશના સુપરસ્ટાર નરેન્દ્ર મોદીજી અમારી સાથે છે. તેમનું કેમ્પેઇન જ અમારા માટે પર્યાપ્ત છે. તેમના ભરોસે જ અમે દેશમાં જીત્યા છીએ અને દરેક જગ્યાએ જીતીશું. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ બિહાર ચૂંટણી પ્રભાવી છે.

કેટલાક પત્રકારોએ તેમને પુછ્યું હતુ કે કંગના રનૌત આગામી બિહાર વિધાનસભામાં તેમની પાર્ટીથી સ્ટાર પ્રચારકોમાં એક હશે. તેમણે અટકળો ફગાવી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો કે તે કંગના રનૌતથી લડવાની જગ્યાએ કોરોના સામે લડવામાં પોતાનો સમય લગાવે. આ પહેલા બીએમસી દ્વારા કંગનાનું ઘર તોડવાના મામલે ઉદ્ધવ સરકાર અને શિવસેના નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, કંગના રનૌતના મુદ્દાને તમે (શિવસેના) હદથી વધારે હવા આપી હતી. તે કોઈ નેતા નથી. તમે દાઉદનું ઘર તોડવા ગયા નથી, પરંતુ તેનો (કંગના) બંગલો તોડવા ગયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here