ફટાકડા ફોડવા સમયે સેનિટાઇઝર ન લગાવવા તંત્રની અપીલ

0
20
Share
Share

રાજકોટ,તા.૧૪
આજે દિવાળી છે ત્યારે નાના-મોટા સૌકોઈ લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જો તમે સેનિટાઇઝર લગાવીને હાથમાં ફટાકડા ફોડવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સેનિટાઇઝરમાં ૬૦થી ૭૦ ટકા આલ્કોહોલ હોય છે, જેથી દાઝી જવાની સંભાવના વધુ છે. સેનિટાઇઝર તમે કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહીં. જેથી એ લગાવીને હાથમાં ફોડી શકાય તેવા ફટાકતા ફોડતા નહીં. કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનિટાઇઝરમાં ૬૦થી ૭૦ ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનિટાઇઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે,
આથી ફટાકડા ફોડતી વખતે સળગી ઊઠે છે. આ સંજોગોમાં સેનિટાઇઝર લગાવ્યા પછી આલ્કોહોલની અસર હાથ પર લાંબો સમય સુધી રહે છે. સામાન્ય રીતે હવે બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનિટાઇઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે, પણ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝર જોખમી પુરવાર થઈ શકે છે. દિવાળી દરમિયાન આપણે બહાર જતા હોય છીએ. બહારથી ઘરે આવતા સમયે અને બહાર જતા વખતે આપણે સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોઈ છીએ. નિષ્ણાતોના કહેવામાં મુજબ સેનિટાઇઝર આલ્કોહોલ બેઈઝ્‌ડ હોય છે અને આલ્કોહોલ પૂરા પ્રમાણમાં ઊડી ન ગયો હોય તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. સેનિટાઇઝર લગાવીને તરત જ તારામંડળ,
બપોરિયા જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનિટાઇઝર લગાવ્યું હોય ને તરત જ દીવો પ્રગટાવવા દીવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે. બીજી તકેદારી દિવાળી દરમિયાન સેનિટાઇઝરની પ્લાસ્ટિક બોટલની સાચવણીની છે. અનેક વખત એવું બને છે કે સેનિટાઇઝરની પ્લાસ્ટિક બોટલ મહિલાઓ ગમે ત્યાં મૂકી દે છે. ખાસ કરીને દિવાળીના સમયગાળામાં દીવા કે ગેસ આસપાસ મૂકી દે છે. અગ્નિ પ્રજવળતો હોયને લાંબો સમય બોટલ રાખવી જોખમી થઈ શકે છે. તો દિવાળીમાં મીણબત્તી પેટાવતી વખતે પણ સેનિટાઇઝરનો ખ્યાલ રાખવો આવશ્યક છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here