પ.બંગાળમાં ભાજપના કાર્યકરો પર પથ્થમારો, લાઠીચાર્જઃ રસ્તા પર નેતાઓના ધરણા

0
19
Share
Share

કલકત્તા,તા.૮

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેનો જંગ વધારેને વધારે હિંસક બની રહ્યો છે.આજે ભાજપ દ્વારા નબન્ના ચલોનુ એલાન અપાયુ હતુ.આ દરમિયાન ભાજપના કાર્યકરો પર પથ્થમારો કરાયો હતો અને પોલીસે દંડા પણ વરસાવ્યા હતા.

ભાજપના આરોપ છે કે, શાંતિપૂર્ણ રીતે માર્ચ ચાલી રહી હતી પણ આમ છતા કાર્યકરો પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.આ ઘટના બાદ ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય રસ્તા પર જ ધરણા કરવા બેસી ગયા છે.તેમણે મમતા બેનરજી પર આરોપ મુક્યો છે કે, તેમના ઈશારે પોલીસે કાર્યકરોને માર્યા છે.

દરમિયાન મમતા બેનરજી સરકાર સામે કોલકાતામાં ઠેર-ઠેર નારાબાજી પણ થઈ હતી.ભાજપના પ્રદર્શનના કારણે વિદ્યાસાગર સેતુ અને કોલકાતાના ફેમસ હાવરા બ્રિજ પર અવર જવર રોકી દેવાઈ છે.ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે, જે લોકોએ અમારા પર પથ્થરમારો કર્યો હતો તે પોલીસને દેખાતા નથી.આ બદમાશો પોલીસની સાથે જ આવ્યા હતા.

કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે, માસ્ક પહેરવાનો નિયમ માત્ર ભાજપને લાગુ પડે છે…મમતા બેનરજી માસ્ક વગર હજારો લોકો સાથે પ્રદર્શન કરે છે અને અમને સોશ્યલ ડિસ્ટન્સિંગનો પાઠ ભણાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here