પ.બંગાળના વીરભૂમમાં શાંતિ નિકેતન કેમ્પસમાં બોઉન્ડ્રી વોલ અંગે હોબાળો

0
21
Share
Share

કોલકાત્તા,તા.૧૭

પશ્વિમ બંગાળના વીરભૂમમાં વિશ્વ ભારતી(શાંતિ નિકેતન)કેમ્પસમાં સોમવારે બાઉન્ડ્રી વોલ અંગે ભારે હોબાળો થયો હતો. ઉપદ્રવી પૌષ મેળા ગ્રાઉન્ડ પર બાઉન્ડ્રી વોલ નિર્માણનો વિરોધ કરી રહ્યા હતા.ઉપદ્રવીઓએ યુનિવર્સિટીની સંપત્તિઓને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુનિવર્સિટીએ પૌષ મેળાના ગ્રાઉન્ડ પર બ્રાઉન્ડ્રી બનાવવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં દર વર્ષે શિયાળામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. નિર્માણ કાર્ય સવારથી જ શરૂ થયું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, શાંતિ નિકેતનમાં કેમ્પસની પાસે લગભગ ૪૦૦૦ લોકો ભેગા થયા હતા. લોકોએ ત્યાં ભારે તોડફોડ કરી અને જેસીબી મશીનથી વિશ્વવિદ્યાલયનો એક ગેટ પણ તોડી દીધો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપદ્રવ દરમિયાન ડબરાજપુરથી તૃણમૂલ ધારાસભ્ય નરેશ બાઉરી ત્યાં જ હાજર હતા. યુનિવર્સિટી અધિકારીઓએ આ અંગે કંઈ પણ કહેવા માટે ઈન્કાર કરી દીધો છે.

વિશ્વ ભારતી એસએફઆઇ લીડર સોમનાથ સાઉએ જણાવ્યું કે, ૫૦ લોકોએ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં ધરણા કર્યા હતા. જેમાં હાલના અને પૂર્વ વિદ્યાર્થી સામેલ હતા. આ લોકો પૌષ મેળા ગ્રાઉન્ડમાં લોકોના આવવાનો વિરોધ કરી રહ્યા હતા. શનિવારે વિશ્વ ભારતી યુનિવર્સિટીએ છેલ્લા ૧૦૦ વર્ષથી યોજાઈ રહેલા પૌષ મેળાને આ વર્ષે ન યોજવાનો નિર્ણય કરાયો હતો. સ્થાનિક વેપારીઓના એક સમૂહે વિશ્વવિદ્યાલયના અધિકારીઓને મેળાના મેદાન સાથે બાઉન્ડ્રી વોલ બનાવવા માટે અટકાવ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here