પ્લેબોય મોડલ લ્યુયાના સેન્ડિઅને ટોપલેસ ફોટોશૂટ પર મળી ધમકી

0
28
Share
Share

મુંબઈ,તા.૨૯

બ્રાઝિલિયન પ્લેબોય મોડલ તેની લેટેસ્ટ તસવીરોને કારણે વિવાદમાં છે. ખરેખર લ્યુયાના સેન્ડિઅને તાજેતરમાં જ દુબઇના રણમાં ટોપલેસ ફોટાઓ શૂટ કર્યા હતા અને આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરો વાયરલ થયા પછી તેને ઓનલાઇન ધમકીઓ મળી રહી છે, પરંતુ મોડેલ કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી.

લ્યુયાનાએ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું કે આ મારો શ્રેષ્ઠ ફોટો છે અને તે કોઈને શરમ પહોંચાડવા માંગતી નથી. હું જાણતી હતી કે આ દેશમાં નગ્ન ફોટાઓ ક્લિક કરવાનું યોગ્ય માનવામાં આવતું નથી, તેથી મેં મારી જાતને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ હોવા છતાં મને ઓનલાઇન હીટર તરફથી ધમકીઓ મળી રહી છે. ઓલાઇન ધમકીઓ વચ્ચે, તેણી તમામન જવાબ આપી રહી છે. એક વ્યક્તિએ કહ્યું કે હજુ સુધી તમારી ધરપકડ કેમ નથી કરાઈ? તેના પર બોલતા લ્યુયાનાએ આ વ્યક્તિને ટ્રોલ કરી અને કહ્યું કે મારા આકર્ષણના કારણે તેઓએ મને આ કરવા દીધુ. ઉપરાંત, એક વ્યક્તિએ કહ્યું કે દરેક દેશમાં કેટલાક સિદ્ધાંતો અને કાયદા હોય છે અને જો તમે તેમનું પાલન ન કરો, તો દેખીતી રીતે તમે મુશ્કેલીમાં છો.

મધ્ય પૂર્વના ઘણા દેશોની જેમ, દુબઇમાં લોકો જાહેર શિષ્ટતા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને મહિલાઓ હંમેશાં જાહેર સ્થળોએ ડ્રેસ કોડનું પાલન કરે છે અને સ્વિમસ્યુટ ફક્ત સ્વીમિંગ પૂલ અથવા બીચ સુધી મર્યાદિત હોય છે. આ પહેલા રિયાલિટી ટીવી શો લવ આઇલેન્ડ સ્ટાર જ્યોર્જિયા સ્ટીલે પણ માલદીવના લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેઓ માલદીવમાં ટોપલેસ ફોટા ક્લિક કરતા હતા અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here