પ્લાસ્ટિક જોખમરૂપ

0
23
Share
Share

જે પ્લાસ્ટિકના કારણે અમારુ જીવન વધારે સરળ અને વધારે સુવિધાજનક બની ગયુ છે તે જ પ્લાસ્ટિકના કારણે આજે વધુને વધુ ખતરો ઉભો થઇ રહ્યો છે. માટી અને પાણીની સ્થિતીને બગાડી દેવામાં તેની ભૂમિકા રહેલી છે. સાથે સાથે પ્લાસ્ટિકના કારણે અનેક જીવલેણ બિમારી પણ ફેલાઇ રહી છે. આ વખતે પર્યાવરણ દિવસની મંગળવારના દિવસે ઉજવણી કરવામા ંઆવી હતી. આ દિવસે કેટલાક મોટી પહેલ પણ કરવામા ંઆવી હતી. જે અસરકારક છે. સાથે સાથે સ્વાગતરૂપ છે. પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા માટે ગઇકાલે તમામને કહેવામાં આવ્યુ હતુ. સરકારો, ઉદ્યોગો, જુદા જુદા સમુદાય અને સામાન્ય જનતાને પ્લાસ્ટિકના ઉપયોગને રોકી દેવા માટે કહેવામાં આવ્યુ હતુ. પર્યાવરણ દિવસના યજમાન દેશ તરીકે આ વખતે ભારત રહ્યા બાદ કેટલીક નવી પહેલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે દુનિયાના સૌથી વધારે પ્લાસ્ટિકના ઉપયોગ કરનાર દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને છે. પ્લાસ્ટિકના ખતરાને તો ખુબ પહેલા જ અમે ઓળખી ગયા હતા. જો કે આ સંબંધમાં જેટલી જાગૃતાની જરૂર હતી તેટલી જાગૃતા આવી ન હતી. હવે જ્યારે ખતરનાક બાબત સપાટી પર આવી છે ત્યારે અમે ધ્રુજી ગયા છીએ. જેથી પ્લાસ્ટિકની સામે જંગ છેડી દેવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુબ સારી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વના નિર્ણય હેઠળ અમદાવાદ શહેરમાં પાણીનાં પાઉચ અને પ્લાસ્ટિકની અન્ય ચીજો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. પાણીના પાઉચની સાથે સાથે ચા માટે વપરાતી પ્લાસ્ટિકની નાની પ્યાલીઓ, મસાલામાં વપરાતા પ્લાસ્ટીક સહિતની સંબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. શહેરના મેયર ગૌતમભાઇ શાહે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજકોટ બાદ હવે અમદાવાદ શહેરમાં પણ પ્લાસ્ટિકના કાગળમાં પેક કરીને આવતાં પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂકી દેવાયા બાદ હવે આગામી દિવસોમાં રાજયના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધની શકયતાઓ પ્રવર્તી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જાહેરાતને પગલે પાણીના પાઉચના વેપારીઓ અને પ્લાસ્ટિકના વેપારીઓ-દુકાનદારોમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયની જાગૃત નાગરિકોમાં ભારે પ્રશંસા થઇ રહી છે. દરમ્યાન અમદાવાદ જિલ્લા કલેકટરે પણ કલેકટર કચેરીને પ્લાસ્કિટ ફ્રી ઝોન ઘોષિત કરતી જાહેરાત કરી હતી. કલેકટર કચેરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી શણની બેગ આપવાની પણ તેમણે તત્પરતા દાખવી હતી અને આ માટે ખાસ વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી હતી. આખરે નાગરિકોના આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી પ્રતિબંધ અમલી કરવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here