પ્રોપર્ટીમાં રોકાણ મદદરૂપ બની શકે

0
19
Share
Share

જેમ જેમ વય વધતી જાય છે તેમ તેમ રિયલ એસ્ટેટમાં મુડીરોકાણ કરવાની બાબત એક સારા વિકલ્પ તરીકે દેખાય છે. એટલે કે જ્યારે અમે કેરિયરની શરૂઆત કરીએ છીએ તેની સરખામણીમાં સેવાનિવૃતિના સમયમાં રોકાણ કરવા માટે રિયલ એસ્ટેટ અપેક્ષા કરતા વધારે આદર્શ દેખાય છે. જ્યારે નિયમિત આવકમાં સ્થિતરતા ન રહે ત્યારે સ્ટોકમાં રોકાણ કરવાની બાબત એક ખતરનાક પહેલ તરીકે રહી શકે છે. પરંતુ જો નિયમિત આવક થઇ રહી છે તો શેરબજારમાં પણ રોકાણ કરવામાં આવી શકે છે. પ્રોપર્ટી અથવા તો સંપત્તિના ભાડાની રકમ હવે ખુબ ઓછી થઇ ચુકી છે. કારણ કે જમીનની વધતી જતી કિંમતોના કારણે રોકાણની રકમ પણ વધી ગઇ છે. મકાન ભાડામાં લેવાના બદલે આટલી જ કિંમતમાં સ્ટોક અથવા તો બોન્ડથી મળનાર લાભ વધારે રહે છે. આવી સ્થિતીમાં પ્રશ્ન એ થાય છે કે પ્રોપર્ટીમાં રોકાણ શા સામે કરવામાં આવે. જ્યારે અન્ય કોઇ ક્ષેત્રે રોકાણ વધારે રહે છે તો પ્રોપર્ટીમાં રોકાણ કેમ કરવામાં આવે તે ઉપયોગી બાબત રહેલી છે. માનવામાં આવે છે કે સેવાનિવૃતિની સાથે જ નિયમિત આવક ઘટી જાય છે અથવા તો બંધ થઇ જાય છે. આવી સ્થિતીમાં લોકો સ્ટોક માર્કેટ જેવા ભારે ઉતારચઢાવ ધરાવતા જોખમવાળા રોકાણથી દુર જવા લાગી જાય છે. ત્યારબાદ રોકાણ માટે સૌથી ઉપયોગી બાબત નિયમિત રીતે માસિક આવક બની જાય છે. માસિક આવકવાળી જમા રકમ ખુબ ઉપયોગી બને છે. બેંક જમાથી સ્થાયી આવક તો થાય છે પરંતુ તેના સીધા સંબંધ ફુગાવાની સાથે જોડાયેલા રહે છે. જ્યારે ભાડામાં વધારાની સાથે સાથે આવકમાં ઓછામાં ઓછી આંશિક વધારો તો થાય છે. અલબત્ત વર્તમાન દોરમાં રોકાણના હસ્તાંતરણ થવાની બાબત ઉપયોગી રહે છે. આનો અર્થ એ થયો કે ભૌતિક સંપત્તિની જગ્યાએ નાણાંકીય સંપત્તિ હાથમાં હોવાની બાબત વધારે શાનદાર ગણવામાં આવે છે. એવુ બની શકે છે કે કેટલીક નોકરી એવી હોય છે જેમાં વારંવાર બદલી કરવામાં આવે છે. આવી સ્થિતીમાં સેવાનિવૃતિના સમયમાં રોકાણ ટ્રાન્સફર માટેની બાબત કોઇ મોટી સમસ્યા તરીકે રહેતી નથી.બીજી બાજુ સેવા નિવૃતિના સમય પર એક મોટી સંપત્તિના બદલે બે નાની નાની સંપત્તિ ખરીદવામાં આવે છે તો વધારે ફાયદો રહે છે. આના કારણે ભાડાના કારણે થનાર આવકમાં પણ વધારો થાય છે. જો કે સારી બાબત એ છે કે પ્રોપર્ટી એવી ખરીદવી જોઇએ જેના કારણે ચારેબાજુ બાઉન્ડ્રી બનાવી શકાય. સાથે સાથે પ્રોપર્ટીને લોક કરી શકાય તે પ્રકારની રહે તે જરૂરી છે. સંપત્તિ એવી લેવી જોઇએ જેના પર કોઇ અતિક્રમણ થઇ શકે નહીં. આ તમામ બાબતોનો અર્થ એ બિલકુલ નથી કે નોકરીમાં રહેતી વેળા પ્રોપર્ટીમાં રોકાણ કરવુ જોઇએ નહીં. નોકીરના ગાળા દરમિયાન નિયમિત ભાડા અને આવક આવકની સરખામણમાં મુલ્યમાં વધારો કરનાર પ્રોપર્ટીમાં રોકાણ કરવાની બાબત આદર્શ રહે છે. રોકાણ એવા જગ્યાએ કરવાની હોય છે જ્યાંથી નિયમિત આવક મળી શકે. સાથે સાથે તેમાં વધારો પણ થઇ શકે. જાણકાર લોકો કહે છે કે રિયલ એસ્ટેટમાં જમીનમાં કરવામાં આવેલા રોકાણને આગળ ચાલીને સંતાનના લગ્ન વેળા કામ લાગે છે. પરંતુ આ પૈસા રોકડ જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે સંબંધિત રહે તે જરૂરી છે. જીવનના કોઇ લક્ષ્યની પ્રાપ્તિ માટે સીધા ઉપયોગ કરવાની બાબત ન રહે તે જરૂરી છે. કારણ કે એવુ બની શકે કે જરૂરના સમય પર કોઇ રોકાણને રોકડ રકમમાં ફેરવી નાંખવામાં સફળતા ન મળે કારણ કે તમામ લોકો સારી રીતે જાણે છે કે જમીન અને મકાન એવી ચીજો છે અને સંપત્તિ છે જેમાં તરત નાણાં મળી જતા નથી. સવાલ એ થાય છે કે શુ કેરિયરની શરૂઆતમાં પોતાનુ મકાન લઇ લેવુ જોઇએ.આનો સીધો સંબંધ ભાવનાત્મક જરૂરિયાતો સાથે છે. આનો ફાયદો એ છે કે તમે તમારા મકાનમાં આનંદથી રહી શકો છો. બાબત એ છે કે તમે તમારી ભાવિ મુડીને નાણાંમાં ફેરવી રહ્યા છો. કારણ કે વર્તમાનમાં મકાન ખરીદવા માટે ભવિષ્યની આવક પર લોન લેવામાં આવે.  આજકાલમાં યુવાનો ભાડાના મકાનમાં રહેવાનુ પસંદ કરે છે અને પોતાની જમા મુડીનો ઉપયોગ અનુભવ એકત્રિત કરવા પર કરવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here