પ્રેમ, દયા અને કરુણાના સાગરશિરોમણી સંત શ્રીજલારામ બાપા

0
28
Share
Share

પુજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતી ઉજવવામા આવનાર છે. દેનેકો ટુકડા ભલા લેનેકો હરીનામ ના સુત્ર ને ચરિતાર્થ કરનારશ્રી જલારામ ભગત’નો જન્મ ૪ નવમ્બર ૧૭૯૯ (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬)માં વીરપુર’ ગામ જે રાજકોટ જિલ્લામાં લોહાણાજ્ઞાતિના ઠક્કરકુળમા માતા રાજબાઈ અને પિતા પ્રધાન ઠક્કરનાં ઘરે થયો હતો. તેમની માતા ર્ધામિક મહિલા હતાં. સાધુ-સંતોની ખૂબ સેવા કરતાં હતાં. તેમની સેવાથી પ્રસન્ન થઈ સંત રઘુવીરદાસજીએ આશીર્વાદ આપ્યા કે તેમનો બીજો પુત્ર જલારામ’ ઈશ્વર તથા સાધુ સંતોની ભક્તિની સેવા કરી પ્રખ્યાત થશે.

જલારામ બાપા’નો મુખ્યમંત્ર જન સેવા એ જ પ્રભુ સેવા’ હતો. આ મંત્રને પોતાનાં જીવનમાં ચરિતાર્થ કરનાર બાપાનું જીવનકર્મ અને સેવાકીય પ્રવૃતિ જ મુખ્ય સાધના હતી. આશ્ચયની વાતતો એ છે કે, ૧૦૦ વષેપહેલાનો ભયંકર દુકાળ હોય, મોટી અછત આવી હોયકે ૨૦૦૧નો ધરતીકંપ હોય, અહીનુ સદાવ્રત અવિરત ચાલતુ રહ્યુ છે.લોકડાઉન સમયે પણ જરુરિયાત મંદ પરિવારોને બાપાની પ્રસાદી પહોચાડાતી હતી. સદાવ્રતની શરુઆત કરી ત્યારે એમની ઉમર માત્ર વીસ વર્ષની હતી.ઉંમર નાની, પણ ઈશ્વર શ્રદ્ધા, સંકલ્પ શક્તિ કેવડી મોટી!

માં વીરબાઈ અને બાપાએ ૨૪ કલાક લોકોની સેવા કરી અને જમાડયાં. આ સમયે દરેકને આશ્ચય હતું કે, આ કેવી રીતે શક્ય બને. પરંતુ તેમણે કહ્યું કે, આ પ્રભુની ઈચ્છા છે તેમનું કામ છે. પ્રભુએ કામ સોંપ્યુ છે તો તે જ હવે જોશે કે દરેક વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય. આમ, જલારામ બાપાઈશ્વરની ઈચ્છા બલવાન છે’તેવી પોકળ વાતને બદલે, એક અલગ જ દ્રશ્ટિકોણથી પ્રભુ ભકિત કરતા હતા તે પણ અહી નોંધનીય છે. જલારામનો સંકલ્પ હતો કે કોઇને બોજારુપ થવું નહિ અને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો.તેઓ કહેતા કે, અણહકનું ખાવ તો મારો રામજી રુઠે!

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રુપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આજે પણ દંડો અને ઝોળી વીરપુરમાં એ સંતનીસાક્ષીપૂરે છે.

એક સમયે હરજી નામનો એક દરજી તેમના પિતા ના પેટના દદર્ ની ફરિયાદ લઇને આવે છે. જલારામ બાપાએ પ્રભુ ની પ્રાથના કરીને તેમનુ દદર્ નુ ઇલાજ કર્યો. તેઓ બાપાના ચરણે પડી ગયા અને બાપા કહી ને સંબોધન કર્યુ ત્યારથી નામ જલારામ બાપા પડી ગયુ.

આજે આપણે આધુનીક થયા છીએ. વિજ્ઞાન અને ટેક્નોલોજી અપનાવી છે. આધુનીક વસ્તુઓ સ્વીકારી છે પરંતુ આધુનીક વિચારોને અપનાવ્યા નથી. બાપા તે સમય મા પણ આધુનીક વિચારો ધરાવતા હતા.  તેમની જન્મજયંતી નિમિતે તેમના વ્યક્તિત્વને આપણા જીવનમા ઉતારવાનો પ્રયત્ન કરિએ તો લાગે છે કે, સાચા ભાવથી ઉજવણી કરી ગણાશે.

જલારામબાપા એ સંસાર મા રહીને ભક્તિ કરી છે. વ્યવહારમા કુશળ રહ્યા છે. ભક્તિ અને સેવા ઘરસંસાર સાથે રહીને પણ કરી શકાય છે એ વાત સમજાવવા માટે  જલારામ બાપા ઉદાહરણ છે. પરીવર્તન જરુરી છે અને બાપા પણ પરીવર્તનમા માનતા હતા. આજે પરીવર્તન એટલે વિચારો બદલવા એવો અર્થ કરી નાખ્યો છે. હકીકતમા  વિચારો બદલવાની જરુર નથી પણ કામ કરવાની રીત બદલવાની જરુર છે, સસ્કૃતિ અને સંસ્કારોને જાળવવાની જરુર છે. બાપાએ ઘરસંસાર સંભાળીને સેવા ધર્મ નિભાવ્યો હતો.

જલારામબાપાને કોઇ દિકરો ન હતો, એક દિકરી હતી જમનાબાઇ. સમજવાની વાત એ છે કે તેમણે દિકરીના સંતાનોને પોતાના વારસદાર બનાવ્યા હતા. આવા આધુનીક વિચારો બાપા તે સમયમા ધરાવતા હતા. એક આજનો સમય છે કે દિકરી બચાવવાની વાતો સાંભળવા મળે છે. અત્યારે લોકોએ માત્ર આધુનિક વસ્તુઓ સ્વીકારી છે, પરંતુ આજે ખાસ કરીને યુવાનોમા શાસ્ત્ર,સસ્કૃતિઅને સંસ્કારના પાઠ ભુલાતા જાય છે.કોઇ વ્યક્તિના જીવન ચરિત્ર વિશે જાણવુ અને તેમના વ્યક્તિત્વ ને આચરણમા મુકવુ બન્ને જૂદી વાત છે.

સાધુ-સંત, ગરીબ, બીમાર લોકોની સેવા કરવા તત્પર રહેતા જલારામબાપાએ સંવંત ૧૯૩૭મા મહાવદ દસમના બુધવારે એટલેકે, તા, ૨૩મી ફેબ્રુઆરી, ૧૮૮૧ના ૮૧વષેની વયે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી, તેઓ વિરાટમા વિલિન થઇ ગયા.આજે પણ દેશ-વિદેશમાજ્યારે બાપાના ભક્તો સાચા હ્રદયથી એમને યાદ કરે, માનતા રાખે ત્યારે જલારામ બાપાકોઇ ને કોઇ સ્વરુપે આવી તેમની મનોકામના પુર્ણ કરે છે.

આ દિવસે જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે.આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.

આ જલારામ જયંતિના પાવન અવસરે પ્રેમ, દયા, અને કરુણાના સાગર શિરોમણી સંતશ્રીજલારામ બાપાના ચરણોમા વંદન અને પ્રણામ.

આપ બધાને જલારામ જયંતી ની હાદિર્ક શુભકામના    જય જલારામ

આલેખનઃઉદય જે. લાખાણી

રાજકોટ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here