પ્રેમી કપલે વિડીયો દ્વારા કહ્યું- પરિવારવાળા હેરાન કરશે તો આત્મહત્યા કરીશું

0
34
Share
Share

બનાસકાંઠા,તા.૨
બનાસકાંઠાના દિયોદરમાં યુવક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. લવ મેરેજ કર્યા બાદ બંનેના પરિવારજનો તરફથી થતી હેરાનગતિથી કંટાળીને તેઓએ આ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમણે પરિવારવાળાઓને ચીમકી આપી કે, જો વધારે હેરાન કરવામાં આવશે તો બંને આત્મહત્યા કરી લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદરમાં એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંને ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી ભાગીને બંનેએ લવ મેરેજ કર્યા હતા. પરંતુ બંનેને તેમના પરિવારજનો તરફથી પાછા આવવા દબાણ કરાતું હતું તેમજ ધમકી પણ અપાતી હતી. ત્યારે આખરે યુવક-યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લઈને પરિવારજનોને ચીમકી આપી છે. દિયોદરના આ યુવક યુવતીએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેઓએ કહ્યું કે, અમારા પરિવારવાળા દબાણ અને ધમકી આપતા હોવાથી અમે આ વીડિયો વાયરલ કર્યો છે. રાજકીય વગ ધરાવતા હોવાથી અમારા પરિવારજનો અમને હેરાન કરે છે.
જો અમને વધારે હેરાન કરવામા આવશે તો અમે બંને આત્મહત્યા કરી લઈશું. પ્રેમીપંખીડાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે જ યુવતીએ પોતાના લગ્નનું સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયા પર બતાવ્યું છે. મારું નામ સુધા છે. મેં ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ લવ મેરેજ કર્યા હતા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પાટણના મહિલા પોલીસ સ્ટેશન ખાતે મેં મારો જવાબ આપ્યો છે. મારા ઘરના અને મારી સાસરીના લોકો રાજકીય વગ ધરાવતા હોવાથી અમારી શોધખોળ કરી રહ્યાં છે. તેમજ મને મારવાની ધમકી આપે છે. અમારા ભાગવા પાછળ કોઈનો હાથ નથી, કોઈએ અમને ભગાડ્યા નથી.
તેથી કોઈને હેરાન-પરેશાન કરવા નહિ. અમારી શોધખોળ કરવાનું બંધ કરો, નહિ તો અમે એસપી કચેરીએ જઈને એફઆઈઆર કરીશું. જો અમને વધારે હેરાન કરવામા આવશે તો અમે બંને આત્મહત્યા કરી લઈશું. જેની સંપૂર્ણ જવાબદારી રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ, જે શોધખોળ કરે છે તેમની રહેશે. જરૂર પડે તો આગળના વીડિયોમાં હું તેમના નામ આપીશ. સોશિયલ મીડિયામાં સહકાર આપવા વિનંતી. અમારા ભાગવા પાછળ કોઈનો હાથ નથી, તેથી કોઈને હેરાન પરેશાન કરવા નહિ. હું જ્યા પણ છું, ત્યાં ખૂબ જ ખુશ છું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here