પ્રેમીના પતિને જાનથી મારવાની ધમકી અપાતા ફરિયાદ

0
6
Share
Share

૨૦ વર્ષનો યુવક અને ૪૦ વર્ષની પરણિત મહિલા વચ્ચે બંધાયો પ્રેમ સબંધ

વડોદરા,તા.૨૯

મકરપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ થઇ ગયો છે. પતિના વારંવાર સમજાવવા છતાંય બંન્નેમાંથી એકેય પ્રેમ સંબંધ તોડવા રાજી નથી. આથી ઊલ્ટાનું પ્રેમી યુવકે તો પ્રેમિકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી પ્રેમી યુવકની ધરપકડ કરી છે. મૂળ બિહારનો શ્રમજીવી વર્ષ ૧૯૯૨માં કામ ધંધાની શોધમાં વડોદરા આવ્યો હતો. ત્યારબાદ વડોદરામાં જ સ્થાયી થઇ ગયો હતો. અહીં વસવાટ કર્યાના લગભગ છ વર્ષ બાદ તેણે બિહાર જઇને લગ્ન કર્યા અને પછી પત્નીને લઇ તે વડોદરા પાછો આવ્યો હતો. સુખી લગ્ન જીવનના પરિણામરૃપ તેને બે પુત્રી અને બે પુત્ર છે. સૌથી મોટી પુત્રીની ઉંમર ૧૬ વર્ષની છે.

શ્રમજીવીની ઉંમર હાલમાં ૪૬ વર્ષ છે અને તેની પત્નીની ઉંમર ૪૦ વર્ષની છે. ચાર ચાર સંતાનો હોવા છતાંય ૪૦ વર્ષની પરિણીતાને નજીકમાં રહેતા વીસ વર્ષના યુવક સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધની જાણ પરિણીતાના પતિને થતા તેણે પત્નીને તેમજ પત્નીના પ્રેમી બંન્નેને આવો અનૈતિક પ્રેમ સંબંધ નહીં રાખવા માટે સમજાવ્યા હતા. પરંતુ બંન્નેએ પ્રેમસંબંધ ચાલુ જ રાખ્યા હતા. ઉલ્ટાનું પ્રેમી યુવકે પ્રેમિકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવાનું શરૃ કર્યુ હતું. પતિ ઘરે ન હોય ત્યારે પરિણીતાનો પ્રેમી પ્રેમિકાના ઘરે જતો રહેતો હતો.

પરિણીતા પણ ઘરમાં સંતાનો હોવા છતાંય પ્રેમીને ઘરે બોલાવતી હતી. પ્રેમમાં અંધ બનેલી પત્ની તેના પતિને બેધડક સંભળાવી દેતી હતી કે તારે જે કરવુ હોય તે કર હું તો પ્રેમ સંબંધ રાખીશ જ. આ પ્રેમ સંબંધની જાણ મકાનમાલિકને થતા મકાન માલિકે તેમનું મકાન પણ ખાલી કરાવ્યુ હતું. મકાન બદલ્યા પછી બંન્ને વચ્ચેનો પ્રેમ સંબંધ બંધ થઇ જશે તેવી પતિની આશા ઠગારી નિવડી હતી. ૪૦ વર્ષની પત્ની અને ૨૦ વર્ષના યુવક વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળીને તેમજ પત્નીના પ્રેમી દ્વારા ખૂનની ધમકી અપાતા છેવટે પતિએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ૨૦ વર્ષના યુવકની જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here