પ્રેમાંધ બનેવીએ સાળીને ગુમ કરી દેતા પોલીસ ધંધે લાગી, ધરપકડ

0
10
Share
Share

મોરબી,તા.૯

મોરબીના વાંકાનેર તાલુકામાં પોલીસને વિચિત્ર રીતે ગુમરાહ કરવાનો ગુનો એક ઈસમ વિરુદ્ધ નોંધાયો છે જેમાં  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૨/૯/૨૦૨૦ના રોજ નોંધાયેલ બનાવમાં નરશીભાઇ દેવજીભાઇ પઢારીયાએ વાંકાનેર પોલીસ મથકમાં જાણ કરી હતી કે પોતાની દિકરી મોનિકા પોતાના સ્કુટર પર પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે ગયેલ હતી. ત્યાંથી બપોરના ત્રણેક વાગ્યે વાંકાનેર ખાતેથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી એ સમયગાળામાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ મહા નદીના પુલ ઉપર પોતાનું એકટીવા, મોબાઇલ ફોન અને પાકીટ મુકી કોઇને કહ્યા વિના જતી રહી હતી.

જેથી વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાએ ગુમ થયાની ફરીયાદ નોંધી ગુમ થયેલ યુવતી મોનિકની શોધખોળ હાથ ધરી હતી જોકે આ તપાસ દરમ્યાન સત્ય જાણી પીએસઆઇ રામદેવસિંહ જાડેજા સહિતની ટિમ ચોકી ઉઠી હતી જેમાં ગુમ મોનીકાનો મોબાઈલ ફોન છેલ્લા કેટલાંક સમયની હિસ્ટ્રી,લોકેશન અને નજીકના સગા સંબંધીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી આ તપાસ દરમ્યાન ગુમ થનાર મોનીકાનો બનેવી સંદીપ કિશોર ગોહેલ એ પોલીસને ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નહી હોવાનું જણાવેલ હતું.

પીએસઆઇ આર પી જાડેજાની ટીમને યુવતી મોનિકના બનેવી સંદીપની વાત ગળે ઉતરી ન હતી અને કિશોરને જ શંકાના દાયરામાં લઈને  પોલીસે અમુક પ્રાથમિક પુરાવાઓ હાથ વગા કરી સંદીપ પર નજર રાખતા બાદમાં સંદીપની અટકાયત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here