પ્રેમપ્રકરણમાં જમીન દલાલની હત્યા કરનાર પતિએ પત્નીને મળવાથી કર્યો ઇનકાર

0
27
Share
Share

વડોદરા,તા.૧૯
બાજવા કરચીયા રોડ પર રહેતાં જમીનદલાલની હત્યામાં પોલીસે પરિણીત પ્રેમિકાના પતિની અટકાયત કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવી સત્તાવાર ધરપકડ કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ કપડા ધોવાનો ધોકો અને સાણસી પણ કબજે કરી હતી. બીજી તરફ હત્યારા પતિને મળવા માટે ગયેલી પત્નીને પતિએ મળવાનો ઇનકાર કરી દઈ મારે નથી મળવું તેમ જણાવી દીધું હતું. જલારામનગરમાં રહેતા જમીનદલાલ મહેન્દ્ર પઢીયારના બાજવા-કરચિયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે આડાસંબંધ હોવાનું બહાર આવ્યા બાદ પરિણીતાના પતિએ બંનેને ઘરમાં જોઈ જતાં જમીનદલાલ મહેન્દ્રની હત્યા કરી નાખી હતી.
શરૂઆતમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાનો પરિવારે લગાવેલા આક્ષેપને પગલે જવાહર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદથી હત્યાનો ગુનો નોંધ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here