રાજકોટ, તા.૨૯
હિન્દુ દીકરીઓને પ્રેમના નામે ગુમરાહ કરી તેમનું જીવન બરબાદ કરતા વ્યકિતઓ સામે તાત્કાલિક આકારો કાયદો બનાવવા શ્રી સરદાર પટેલ સેવાદળના આગેવાનોએ માંગ કરી છે.
અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં એક બદ ઈરાદા વાળી વિચારધારા કે જૈન લવજેહાદના નામે લોકો ઓળખતા થયા છે. આ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ તેમના આકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દૂ ફૂલની દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારબાદ તેમને ભગાડીને લગ્ન કરે છે અને પછી તેમના આકાઓની સૂચન પ્રમાણે તેમનો ખુબજ દુરપીયોગ કરવામાં આવે છે.
લવજેહાદના કિસ્સાઓમાં ફસાતી દીકરીઓ ગરીબવર્ગ માંથી આવતી હોય છે, તેમની ઉંમ ના નાજુક સમયમાં તેમની ભાવનાઓનો દુરપયોગ કરી ફસાવવામાં આવે છે અને તેમનું જીવન અંતે બરબાદ કરી દેવાય છે,
ત્યારે સરદાર પટેલ ગુપ ઘણા સમયથી દીકરીઓને લવ જેહાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. પણ ગુજરાતમાંથી સંપૂર્ણ પણે આ બદીને દૂર કરવા કોઈ કડક કાયદો અમલમાં લાવવો જરુરી હોવાની માંગ કરાઈ છે.