પ્રેગ્નેન્સી : એનિમિયા થાય તો શુ કરવુ

0
32
Share
Share

ગર્ભાવસ્થામાં એનિમિયાનો ખતરો રહે છે. એનિમિયામાં ભ્રુણ સુધી ઓક્સીજન લઇ જવા માટે લોહી પુરતા પ્રમાણમાં સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં અસમર્થ રહે છે. પ્રેગ્નેન્સીના ગાળા દરમિયાન શિશુના વિકાસ માટે શરીર વધારે પ્રમાણમાં લોહી બનાવે છે. જો આ ગાળા દરમિયાન મે પુરતા પ્રમાણમાં આયરન અને અન્ય પૌષક તત્વો લઇ શકવાની સ્થિતીમાં નથી તો આપના શરીમાં વધારે લોહી બનાવવા માટે જરૂરી લાલ રક્ત કોશિકા  બનાવવા માટે જરૂરી લાલ રક્ત કોશિકનુ નિર્માણ રોકાઇ શકે છે. પ્રેગ્નેન્સીના ગાળા દરમિયાન એનિમિયા થવાની બાબત સામાન્ય બાબત છે. પ્રેગ્નેન્સીમાં એનિમિયા થવા માટે કેટલાક કારણ રહેલા છે. સામાન્ય રીતે તો એનિમિયાના આશરે ૪૦૦ પ્રકાર છે. પરંતુ અહીં અમે એનિમિયાના સામાન્ય પ્રકાર અંગે વાત કરવા જઇ રહ્યા છીએ. આયરન્ની અછતના કારણે એનિમિયા થઇ શકે છે. ૧૫થી ૨૫ વર્ષની સગર્ભા મહિલાઓમાં આયરનન કમીથી એનિમિયા સ્વાભાવિક બાબત છે. આમાં આયરનની સપાટી ઘટી જવાની સ્થિતીમાં લોહીમાં હિમોગ્લોબિન ઓછુ બનવા લાગી જાય છે. ફોલેટ ડેફિએન્સી એનિમિયા માં પ્રેગ્નેન્સીના ગાળા દરમિયાન વધારે પ્રમાણમાં ફોલિક એસિડ લેવાની જરૂર હોય છે. જે બાળકને ન્યુરલ ટ્યુબ વિકારોથી બચાવે છે. ફોલેટની કમી થવાની સ્થિતીમાં આ એનિમિયા થાય છે. આવી જ રીતે વિટામિન બી૧૨ ડેફિએન્સી પણ એનિમિયાના એક પ્રકાર તરીકે હોય છે. લાલ રક્તકોશિકાના નિર્માણમાં શરીર વિટામિન બી૧૨નો પણ ઉપયોગ કરે છે. કેટલીક મહિલાઓને વિટામિન બી૧૨ બનાવવામાં તકલીફ પડે છે. જેના કારણે આ પ્રકારના એનિમિયા થઇ શકે છે. સામાન્ય રીતે વિટામિન બી ૧૨ અને ફોલેટ અછત એનિમિયા એક સાથે જોવા મળે છે. ગર્ભાવસ્થામાં એનમિયાના લક્ષણની વાત કરવામાં આવે તો સ્કીન, હોઠ અને નખ પીળા પડી જાય છે. થાક અને કમજોરીનો અનુભવ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હાર્ટના ધબકારા વધી જાય છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ આવે છે. શરૂઆતી ચરણમાં એનિમિયાના લક્ષણ દેખાવવાની બાબત જરૂરી નથી. તેની યોગ્ય સમય પર ઓળખ કરવા માટે નિયમિત બ્લડ ટેસ્ટ કરાવી લેવાની જરૂર હોય છે. ગર્ભાવસ્થામાં એનિમિયાનો ખતરો કોને વધારે છે તેવા પ્રશ્નના જવાબમાં કેટલીક બાબત ઉભરીને સપાટી પર આવે છે. સગર્ભા બનવાના થોડાક સમય પહેલા જો ડિલિવરી થઇ હોત તો પણ આ પ્રકારની સમસ્યા આવી જાય છે. ભોજનમાં પુરતા પ્રમાણમાં આયરનની કમી, પ્રેગ્નેન્સી પહેલા પિરિયડના ગાળામાં વધારે લોહી આવવા, મોર્નિંગ સિકનેસના કારણે રોજ ઉલ્ટી થવાની સમસ્યાથી ગ્રસ્ત મહિલાઓમાં એનમિયાનો ખતરો વધારે રહે છે. સગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા થાય છે તો આપને ફોલિક એસિડના સપ્લીમેન્ટ લેવાની જરૂર હોય છે. તબીબો ત્યારબાદ તમને આયરન અને ફોલિક એસિડની પુરતી કરવા માટે શુ કરવુ જોઇએ તેની સલાહ આપી શકે છે. આયરન અને ફોલિક એસિડની પુરતી કરવાની બાબત ઉપયોગી રહે છે. વિટામિન બીની કમી થવાની સ્થિતીમાં તબીબો તમને વિટામિન બી૧૨ સપ્લીમેન્ટ લેવા માટે કહી શકે છે. ભોજનમાં વિટામિન બી૧૨વાળી ચીજોને સામેલ કરીને તમે એનિમિયાની સારવાર કરાવી શકો છો. બચાવ માટે શુ કરવુ જોઇએ તેને લઇને પણ કેટલાકપ્રશ્નો થઇ રહ્યા છે. જો તમે સગર્ભા છો અથવા તો ગર્ભધારણ કરવાની જરૂર છે તો આપને પુરતા પ્રમાણમાં આયરન,  ફોલિક એસિડ અને વિટામિન બી ૧૨ જેવા પૌષક તત્વોને પોતાની ડાયટમાં સામેલ કરવાની જરૂર હોય છે.

પૌષ્ટિક ભોજન લેવાની જરૂર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા થવાની સ્થિતીમાં શિશુને કેટલીક પ્રકારની સમસ્યા નડી શકે છે. જેથી કન્સીવ કરતા પહેલા જ પ્રિનેટલ વિટામિન મારફતે તેના જોખમને ઘટાડી દેવા માટે પ્રયાસ કરવા જોઇએ. સગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા થવા માટે કેટલાક કારણો રહેલા છે. આ કારણની ઓળખ કરીને પણ પણ કેટલીક બિમારીથી બચી શકાય છે. સાથે સાથે શિશુને પણ બચાવી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here