પ્રિયંકાએ સોશિયલ મિડિયામાં વોગનું કવર પેજ શેર કર્યું

0
18
Share
Share

એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસમાં જશે

લોંસ એંજલ્સ,તા.૧૧

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરીસને જોતા બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ તેનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, ’વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી, તેની ભયાનકતા જોયા બાદ, આ વચન આપી રહ્યું છે કે માત્ર ૧૦ દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા. એક મહિલાનો રંગ. એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેના પેરેન્ટ્‌સ અમેરિકાની બહાર જન્મ્યા હતા. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસપ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ, તે નાનકડી છોકરીઓ માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે, તે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે, આ અંતિમ નહીં હોય તે વિશ્વાસ સાથે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here