મુંબઈ,તા.૧૨
એવી કઇ સ્ત્રી હોય જ માતા બનવા ન માંગે પછી ભલે તે કોઇ પણ જગ્યા પર કેમ ન હોય દરેક સ્ત્રી પૂર્ણ ત્યારે જ થાય જ્યારે તે માતા બને આવુજ હાલ બોલિવૂડની દેશી ગર્લે આપેલા એક નિવેદનથી લાગી રહ્યુ છે. પ્રિયંકાએ માતા બનવાની પોતાની લાગણી જાહેર કરી છે તે ઇચ્છે છે કે તે એક કરતા વધારે બાળકોની માતા બને. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગયા સોમવારે પુત્રીને જન્મ આપ્યો હતો.
વિરાટ-અનુષ્કાના માતાપિતા બનવાના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા અને હવે બીજી અભિનેત્રીઓ ક્યારે માતા બનશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. વર્ષ ૨૦૧૮ માં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલ પ્રિયંકા ચોપડાના ઘરે કીલકીલારી ક્યારે ગુંજશે તે અંગે ચર્ચા જામી છે. તાજેતરમાં જ એક મેગેઝિન સાથેની વાતચીતમાં તેણે તેના ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું, “મને બાળકો જોઈએ છે. શક્ય તેટલા બાળકો. ક્રિકેટ ટીમ ઉભી કરવી છે.પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ એક અમેરિકન સિંગર છે અને બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી બંને રિવાજોથી થયા હતા.
બંનેની સંસ્કૃતિમાં રહેલા તફાવત અંગે, પ્રિયંકાએ એકવાર તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમાં કોઈ સમસ્યા આવતી નથી. નિક ભારત આવ્યો હતો સામાન્ય દંપતીની જેમ અમારે પણ તકરાર થાય લડાઇ થાય છે પણ નિક મને સંભાળી લે છે. પ્રિયંકાએ કહ્યું, અમારા લગ્નજીવનમાં કંઇપણ ખૂબ મુશ્કેલ નહોતું.