મુંબઇ,તા.૧૯
બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા કોરોનાવાઈરસને કારણે છેલ્લાં આઠ દિવસથી ઘરમાં બંધ છે. જોકે, તે ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ છે અને તસવીરો તથા વીડિયો શૅર કરે છે. હાલમાં જ પ્રીટિએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે તેની માતાને માથામાં તેલ નાખતી જોવા મળે છે.
વીડિયો શૅર કરીને પ્રીટિ ઝિન્ટાએ કહ્યું હતું, હોમ ક્વોરન્ટાઈન દરમિયાન આપણે આપણાં મગજને ઠંડું રાખવાની જરૂર છે. એટલે જ હું મોમને ક્લાસિક ચંપી કરી રહી છું. ઘરે રહીને આપણે સંબંધોને વધુ મજબૂત કરી શકીએ છીએ. કારણ કે, ‘સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાએ આ જા પ્યારે પાસ હમારે, કાહે ઘબરાએ…’ આ સમય પણ પસાર થઈ જશે. હોમ ક્વોરન્ટાઈનનો આઠમો દિવસ. સુરક્ષિત રહો.