પ્રાથમિક શિક્ષણ પંગુતા :અસર સે અંધેરા

0
21
Share
Share

ભારત સરકારના શિક્ષણના અધિકાર- ૦૯ ના કાયદા મુજબ ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે .પરંતુ તેમાં ગુણવત્તાને સ્થાન નથી ,તેથી સરકારી શિક્ષણની હાલત દિન-પ્રતિદીન વેન્ટિલેટર દદર્ીથી પણ વધારે ગંભીર બની રહી છે.  તેમાં કોરોનાની શાળાબંધીમાં નવા શિખરો સર કર્યા હોય તેવું પ્રતીત થાય છે. પરંતુ રાજ્ય સરકારે તે માટે છેલ્લાં ઘણાં વર્ષથી કોઈ નક્કર પગલાં ભર્યા હોય તેવું દેખાયું નથી. જેથી અત થી ઇતિ સુધીના તમામ જવાબદારો વધુ  બેજવાબદાર બન્યાં છે. શિક્ષક થી સચિવ સુધીના પિરામિડમાં મધ્યમ કડીઓએ કોઈ મહત્ત્વની ભૂમિકા અદા કરી જ નથી. તેનો માર આખરે છેલ્લાં માણસ સુધી વર્તાઈ રહ્યો છે.

શિક્ષણ માટે એવું કહેવાય છે કે Education isone of the mostpopular instrumentfor reducingEducation isone of the mostpopular instrumentfor reducingવિકાસશીલ દેશ જો પોતાનાં શિક્ષણ વિભાગને મજબૂતી આપવા કોઈ પ્રયત્નો ન કરે તો વિકાસની વાત માત્ર પોથીમાંના રીંગણાં બની રહે છે.

ગુજરાતને સંદર્ભે છે ત્યાં સુધી સને ૨૦૧૩માં જો અંજુ ગુપ્તાનો એક  રિપોટર્ હતો. જેમાં ગુજરાતની સ્થિતિ ,વપરાતા શિક્ષણના આર્થિક સંસાધનોનો ઉલ્લેખ હતો.તેમાં પણ ગુજરાતની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવેલી. પરંતુ તે રિપોટર્ જૂનો હોય તેની ચર્ચા આપણે અહીંયા ન મુકીએ. તો પણ ૨૦૧૬ માં આવેલો એન.એ.એસ નો સર્વે બતાવે છે કે પ્રાથમિક શિક્ષણમાં ગણિતમાં ૬૫ થી ૪૭% ભાષામાં ૭૧ થી ૬૪ ટકા અને વિજ્ઞાનમાં ૬૮ થી ૫૨ ટકા  વિદ્યાર્થીઓ પુરી ક્ષમતા ધરાવતા નથી.  ધોરણ-૫ના ૪૧% ને વાંચતા આવડતું નથી. આ રિપોટર્ને સરકારે નજરઅંદાજ કર્યો. ૨૦૧૮ નો ‘‘અસર ‘‘રિપોટર્ કે જેણે ગુજરાતના ૨૬ જિલ્લા માંથી ડેટા લીધાં હતાં .ધોરણ ૨ના લેવલનું વાંચન ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ ને માત્ર ૫૨ ટકાને છે. જ્યારે ગણિતનું સામાન્યજ્ઞાન ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ  લેવલનું  ધોરણ૮ નામાત્ર ૭૨ ટકાને હતું. ૧૪ થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓને ૭૭ ટકાને વાંચતા આવડતું.અને ૬૪ ટકાને માત્ર બે આંકડાની ઓળખ હતી એટલે કે તેનું ગણિત  કેટલું નબળું હશે તે કલ્પી શકાય. ગુજરાતની ૩૩૭૮૮ શાળાઓમાં  ૫૪૫૬૫૦૦ વિદ્યાર્થીઓ નું અને ૧૭ -૧૮ નામાંકન થયેલું હતું. તે વધીને૫૬ લાખ હોય શકે. આંકડાઓ બતાવે છે કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્યાં સ્તર સુધી નીચે છે.ચાલુ વર્ષે ધો -૧૦ નુ પરીણામ ગ્રેસીગનો નિયમ સુધારીને પણ માંડ ૬૦.૩૪ લાવી શકાયું છે જે ગત વર્ષના ૨૦૧૯ ના ૬૬.૯૭ ની સરખામણીમાં ૬ ટકાથી પણ વધુ ધટાડો થયો અને ૬૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ વધુ નાપાસ થયાં.તેના પાયામાં લેખન કૌશલ્યનો અભાવ્ છે,કારણકે ચાલું વર્ષે ઓમ.એમ.આર.પધ્ધતિ નાબૂદ થઈ.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વર્ષો સુધી તેના એડહોક ધોરણે ચાલી. જ્યાં પૂર્ણકાલીન કોઈ અધિકારી નીમવામાં આવ્યા છે તો  હવે આટલી નબળી સ્થિતિ હોવાં છતાં રાજ્ય સરકારે નબળી કામગીરી સબબ રાજ્યના શિક્ષણ નેતૃત્વને કોઈ બદલાવ શા માટે કર્યો નથી?ત્રણ વર્ષે બદલીનો નિયમ અહીં કેમ નથી? તે પણ એક સવાલ છે. બધુ ધકેલ પંચા દોઢસો ચલાવવામાં આવેલું છે. આજે હવે ગુજરાતના સચિવાલયમાંથી આઈએએસ અધિકારી સમગ્ર શિક્ષણનું સંચાલન કરી રહ્યાં છે ત્યાર પછી તેમાં  સુધારો જરુર થયો છે તેમ કહી શકાય.નિયામક કક્ષાએથી શું કરવામાં આવ્યુ? પરંતુ નિમ્ન કક્ષાએ ‘‘હોતી હૈ ચલતી અને નીતિ ‘‘બદલાવ માંગી લે છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here