પ્રાચી મુકામે ગીરસોમનાથ જિલ્લા શૈક્ષણિક મહાસંઘની પ્રથમ કારોબારી સભા યોજાઈ

0
23
Share
Share

સોમનાથ તા.૨૩

કાર્યક્રમ ની શરુઆત સભાના અધ્યક્ષ મહેશભાઈ મોરી અને જિલ્લા ની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થના થી કરવામાં આવી, સભા અધ્યક્ષ મહેશભાઈ મોરીનું ગીરસોમનાથ જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રી દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ. જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ સરમણભાઈ વાઢેર દ્વારા મહેશભાઈ ને સાલ ઓઢાડીને સ્વાગત કરેલ અને જીલ્લા ટીમે સોમનાથદાદા ના ફોટાની ભેટ અર્પણ કરેલ,અન્ય મહેમાનો ને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

જિલ્લા મહાસંઘ ના અધ્યક્ષ દિનેશભાઇ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરેલ,ત્યાર બાદ રાજયના શ્રેષ્ઠ શિક્ષક ધોષિત થયેલ ગીરસોમનાથ મહાસંઘના  મહિલા ઉપાધ્યક્ષ અને શ્રેષ્ઠ શિક્ષક ભાવનાબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું.ગીરસોમનાથ જીલ્લા શૈક્ષિક સંઘના સંગઠન અને મહાસંઘ ની કામગીરી અને શિક્ષકોના પડતર પ્રશ્નો નો અહેવાલ જિલ્લા મહામંત્રી દેવાયતભાઈ ભોળા દ્વારા રજૂ કરવામાં આવેલ.ત્યાર બાદ રાષ્ટ્રીય સ્વયં સંઘ ના જિલ્લા સંઘ ચાલક જેન્તીભાઈ ગોહિલ દ્વારા સંઘ ની કાર્ય પ્રણાલી રાષ્ટ્ર,સમાજ ઉત્થાન અને શૈક્ષિક મહાસંઘના હેતુઓથી સૌ કારોબારી સભ્યો ને વાકેફ કર્યા.

કારોબારી સભાના અધ્યક્ષ સ્થાને થી સૌરાષ્ટ્ર પ્રાન્ત ના સંગઠન મંત્રી મહેશભાઈ ભાઈ મોરી સાહેબે શૈક્ષિક મહાસંઘ નો પરિચય,કાર્યપ્રણાલી,રચનાત્મક કાર્યો ની સમજ તેમજ જિલ્લા માં સંગઠન ના વિસ્તાર માટે સદસ્ય અભિયાન અને શૈક્ષિક મંથનના લવાજમ અંગે વિસ્તાર થી વાત કરીને કારોબારી સભ્યો ને માર્ગદર્શન પુરુ પાડેલ.તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો ૪૨૦૦ ગ્રેડ પે ,જિલ્લા ફેર બદલી ,વિકલ્પકેમ્પ,સળંગ નોકરી સર્વિસ બુક,વતનના સરનામા,સહિત ના પ્રશ્નો ના ઝડપી ઉકેલ માટે રાજય શૈક્ષિક મહાસંઘ કટીબદ્ધ છે,અને જિલ્લા ના તમામ પ્રશ્નો ઉકેલવા ની ખાત્રી આપેલ.

કાર્યક્રમના અંતે કોડીનાર નગર કાર્યવાહ  ચિરાગ ભાઈ મોરી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ અને અલ્પાહાર અને ચા-પાણી કરી સૌ છુટા પડેલ.

આ કાર્યક્રમ માં રાષ્ટ્ર સ્વયં સંઘ ગીરસોમનાથ ના જિલ્લા સહ કાર્યવાહ પીયુષ ભાઈ ભટ્ટ ભાવનગર જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ ,વાઘેલા સાહેબ,પ્રદિપ ભાઈ ઝાલા,અરુણ ગામી,જીલ્લા કારોબારી સભ્યો તમામ તાલુકા કારોબારી સભ્યો,પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here