પ્રાચીમાં હાઇવે પરથી પસાર થતા વાહનોથી ઊડતી ધૂળની ડમરીથી વેપારીઓમાં રોષ

0
28
Share
Share

વારંવાર રજુઆત  કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા બુધવારે વાહન રોકો આંદોલન

પ્રાચી,તા.૨૬

પ્રાચી ગામમાંથી પસાર થતાં હાઈવે રોડ ઉપર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો ની મોટી અવરજવર હોય ત્યારે આ વાહન વ્યવહાર દ્વારા ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે રોડની બંને સાઇડ ના વેપારીઓ ખૂબ જ પરેશાન થાય છે જેમાં ખાણીપીણી થી માંડી અને  પાન બીડી ઠંડા પીણા થી માંડીને દરેક ધંધાદારીઓ ની દુકાનો આવેલી છે આ વાહનોની અવર જવર ના હિસાબે ડસ્ટ ઉડે છે જે માણસના આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે જેના હિસાબે વેપારી મંડળ દ્વારા એવી માંગણી ઉભી થઇ છે કે પ્રાચી માંથી પસાર થતો હાઇવે રોડને તાત્કાલિક ધોરણે બનાવી અને ધૂળની ડમરીઓ થી રાહત આપવા માંગણી ઉઠી છે જો આ રોડ નહીં બને તો બુધવારે ત્રણથી ચાર કલાકે પ્રાચી થી પસાર થતા વાહનોને બંધ કરાવી વાહન રોકો આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવા વેપારી મંડળ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here