પ્રાચીન બોર્ડ ગેમ્સ જેણે આધુનિક ગેમ્સને પ્રેરણા આપી

0
79
Share
Share

આજે તો મોબાઇલ પર અનેક પ્રકારની ગેમ્સ ઉપલબ્ધ છે અને લોકો એકલા એકલા પણ એ ગેમ્સનો આનંદ ઉઠાવી શકે છે પણ એક સમય એવો હતો જ્યારે લોકો બોર્ડ ગેમ્સનો ઉપયોગ સમય પસાર કરવા માટે કરતા હતા.મોનોપોલી, યાટઝી, ક્લુ અને કેન્ડી લેન્ડએ આજની આધુનિક બોર્ડ ગેમ્સ છે જેનો લોકો ઉપયોગ કરતા હતા.જો કે આ બોર્ડ ગેમ્સ પ્રાચીન સમયથી રમાતી આવે છે અને આપણાં પુર્વજો પણ આ પ્રકારની કેટલીક ગેમ્સનો ઉપયોગ કરતા હતા.રોમન, ઇજિપ્તવાસીઓ અને ચીનીઓ બોર્ડ ગેમ્સની રચનામાં ઉસ્તાદ હતા.તેઓ ત્યારે પોતાની આ ગેમ્સ માટે પત્થરો, લાકડાનાં ટુકડાઓ ઉપયોગમાં લેતા હતા.તેઓ જે ગેમ્સ રમતા હતા તે આજે પણ રમાય છે પણ તેનું સ્વરૂપ થોડુ ઘણું બદલાઇ ગયું છે.

લ્યુડુસ લેટ્રુન્સ્કયુલોર્મ જેને મર્સીનરી ગેમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રાચીન સમયમાં રોમમાં રમાતી હતી જેમાં બે ખેલાડીઓ તેમનાં મહોરા આગળ કે પાછળ ખસેડતા હતા તેનો  ઉદ્દેશ્ય પોતાનાં હરીફનાં મહોરાને પકડવાનો રહેતો હતો.આ ગેમ્સનો સૌપ્રથમ ઉલ્લેખ  ઇ.સ.પુ.૧૧૬થી ૨૭ દરમિયાનનાં રોમન લખાણ વેરોમાં જોવા મળે છે.આ પુસ્તકમાં આ ગેમ્સ કઇ રીતે રમાય તેનો ઉલ્લેખ છે જ્યારે લાઉસ પોસીનીની કવિતાઓમાં આ ગેમ્સનાં રૂલ્સ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે.આ પુસ્તક પહેલી સદીમાં લખાયું હતું.આજે તો આ ગેમ્સ અલગ અલગ રૂપે રમાય છે.તેના કેટલાક નમુનાઓ સંગ્રહાલયોમાં પણ સ્થાન પામ્યા છે.

અમેરિકામાં પ્રાચીન સમયની ગેમ્સ પેટોલ્લી છે.આ ગેમ્સ પ્રી કોલંબિયન મેસોઅમેરિકન કલ્ચરનાં સમયે લોકપ્રિય હતી અને  આ ગેમ્સ તો ભદ્રવર્ગની પણ માનીતી ગેમ્સ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.જો કે આ ગેમ્સ સામાન્યથી માંડીને ભદ્રવર્ગ બંનેમાં રમાતી હતી.આ ગેમ્સ આમ તો જુગાર જેવી જ ગેમ્સ હતી જેમાં ગેમ્સ રખાયેલી વસ્તુ છ ગેમ્સ પીસ પર ફરતી અને તે એક ગોળાકાર પુર્ણ કરતી હતી આ ગેમ્સમાં બીજા ખેલાડીની તમામ વસ્તુઓ જ્યાં સુધી પહેલો ખેલાડી ન પ્રાપ્ત કરી લે ત્યાં સુધી રમાતી હતી.આ ગેમ્સમાં ખેલાડીઓ નાણાંથી માંડીને બ્લેન્કેટ, કિંમતી નગીના, ખાવાની વસ્તુઓ, ઘર અને તેમનાં પરિવારજનો અને પોતાની સ્વતંત્રતા સુદ્ધા દાંવ પર લગાડી શકતા હતા.આ ગેમ્સ પર સ્પેનિશ પાદરીઓએ પ્રતિબંધ લગાવ્યો હતો.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ સેનેટ નામની ગેમ્સ રમતા હતા.આ ગેમ્સ ઇ.સ.પુ.૩૧૦૦માં રમાતી હોવાનો ઉલ્લેખ છે.મર્કેનેરાનાં મકબરામાં આ ગેમ્સને સંબંધિત વસ્તુઓ જોવા મળી હતી.તેને લગતું પ્રથમ પેઇન્ટિંગ હેસીની કબરમાં મળી આવ્યું હતું.આ ગેમ્સમાં ત્રીસ ચોરસ રહેતા હતા.જેમાં પાંચ મહોરાનો એક સેટ દાવમાં લગાડાતો હતો.જો કે આ ગેમ કઇ રીતે રમાતી હતી તેનો ખ્યાલ બહુ ઓછાને છે પણ આ ગેમ્સનાં રૂલ્સ અંગે કેટલાક ઉલ્લેખ કેટલાક લખાણોમાં જોવા મળે છે.આ નિયમો સમય સમય પર બદલાતા રહ્યાં હોવાને કારણે તે પ્રાચીન ઇજિપ્તવાસીઓ કઇ રીતે રમતા હશે તેની જાણકારી મળતી નથી.

ધ રોયલ ગેમ ઓફ યુઆર એ મધ્યપુર્વમાં રમાતી પ્રાચીન ગેમ્સ હતી.આ બોર્ડ ગેમ્સમાં પણ સાત વસ્તુઓ બોર્ડમાં આગળ વધારવાની હોય છે અને હરીફને હરાવવાનો હોય છે.

ભારતમાં પ્રાચીન સમયથી જ્ઞાન ચોપરની ગેમ રમાતી આવે છે.દસમી સદીમાં આ ગેમ બહુ લોકપ્રિય હતી.પટ્ટા પર રમાતી આ ગેમ્સ આજે રમાતી સાપસીડીની ગેમ્સનું જ પ્રાચીન વર્ઝન છે.આ ગેમ્સમાં ખેલાડીઓ નીચેથી પોતાની શરૂઆત કરે છે જેમાં સાપથી બચવાનું હોય છે કારણકે સાપ આવતા ખેલાડીને નીચે ઉતરવું પડે છે અને સીડી મળતા તે ઉપર ચડી શકે છે કોણ સૌપ્રથમ ઉપર ચડે છે તે મહત્વનું હોય છે.આ ખેલમાં પાસા મહત્વપુર્ણ હોય છે કારણકે પાસા પરનાં આંકડાઓ વડે જ ખેલાડી ઉપર ચડી શકે છે.આ ગેમ્સ આમ તો વિશ્વનાં અનેક વિસ્તારોમાં થોડા ઘણાં ફેરફાર સાથે આજે પણ રમાય છે.અલકવેર્ક્યુ એ મધ્યપુર્વમાં રમાતી પ્રાચીન ગેમ્સ હતી.દસમી સદીમાં પ્રસિદ્ધ પુસ્તક કિતાબ અલ અઘાની જેના લેખક અબુ અલ ઇસ્ફહાનીએ તેનો ઉલ્લેખ કર્યો હતો.જો કે આ પુસ્તકમાં આ ગેમ્સનાં નિયમો અંગે કોઇ ઉલ્લેખ ન હતો.જો કે તેના નિયમોનો ઉલ્લેખ તેરમી સદીમાં પ્રસિદ્ધ પુસ્તક લિબ્રો ડી લોસ જ્યુજોસમાં અલ્ફોન્સો એકસે કર્યો હતો.આ ગેમ્સમાં બે ખેલાડીઓ પોતાની બાર વસ્તુઓને બોર્ડની વચ્ચે બે પંક્તિમાં મુકે છે અને ખેલમાં ખેલાડીઓએ હરીફનાં ખાનાને ખાલી કરવાનો હોય છે.આ ગેમ્સ આજની ચેકર્સ ગેમ્સની પુર્વજ હોવાનું કહેવાય છે.

ઇજિપ્તવાસીઓ મેહેન કરીને એક ગેમ રમતા હતા જે તેમની સર્પદેવી સાથે સંકળાયેલી હતી.આ ગેમનો ઉલ્લેખ ઇ.સ.પુ.૩૦૦૦માં જોવા મળે છે.જો કે આ ગેમનાં નિયમો અંગે કોઇ જાણકારી નથી.આ ગેમમાં પણ સાપની આકૃત્તિ બોર્ડ પર ચિતરાયેલી જોવા મળતી હતી.તેમાં જે મહોરાનો ઉપયોગ થતો હતો તે સિંહ કે સિંહણનાં આકારનાં રહેતા હતા.જે ત્રણ, ચાર, પાંચ કે છનાં સેટસમાં રહેતા હતા.આ ઉપરાંત અન્ય પણ કેટલાક નાના મહોરાનો ઉપયોગ કરાતો હતો.

પચ્ચીસો વર્ષ પહેલા ચીનીઓએ ગો નામની ગેમની શોધ કરી હતી.આજે પણ આ ગેમ એ જ રૂપે રમાય છે.હાલમાં થયેલા એક સર્વે અનુસાર ૪૬ મિલિયન લોકો આ ગેમ કઇ રીતે રમાય છે તે જાણે છે હાલમાં આ ગેમનાં વીસ મિલિયન નિષ્ણાંતો કે ખેલાડીઓ હોવાનું અનુમાન છે.પુર્વ એશિયામાં આ ગેમ સૌથી વધારે લોકપ્રિય છે.આ ગેમમાં સફેદ અને કાળા ચોરસમાં ખેલાડીઓ પોતાના  મહોરા મુકે છે જેમાં ગેમ શરૂ થયા બાદ ખેલાડીએ ખાલી ખાનામાં પોતાનાં મહોરા ગોઠવવાનાં હોય છે.આ ગેમમાં એક વાર ચાલ ચાલ્યા બાદ તેને હટાવી શકાતું નથી.જો કે તે મહોરો બીજાનાં હાથમાં આવી જાય તો તેને બોર્ડ પરથી દુર કરાય છે.જ્યાં સુધી બંને ખેલાડીઓ પાસ ન આપે ત્યાં સુધી આ રમત ચાલુ રહે છે.જેમાં સૌથી વધારે ખાના પર કબજો કરનાર વિજેતા મનાય છે.વિશ્વનાં ઘણાં વિસ્તારોમાં આ રમતને ટાઇમ પાસ માટે રમવામાં આવે છે તો ઘણાં વિસ્તારોમાં તેને પ્રોફેશ્નલી રમવામાં આવે છે.

પ્રાચીન ઇજિપ્તમાં આશરે ચાર હજાર વર્ષ પહેલા હાઉન્ડસ એન્ડ જેકલ્સ નામની ગેમ ખુબ જ લોકપ્રિય હતી.ઇજિપ્તનાં ફેરો આમેનમહત પાંચમાનાં મકબરામાં  આ ગેમ્સની સાથે સંકળાયેલી વસ્તુઓ મળી આવી હતી.આ વસ્તુઓને ન્યુયોર્કનાં મેટ્રોપોલીટન મ્યુઝીયમમાં સંગ્રહવામાં આવી છે.આ ગેમ્સને ૫૮ હોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ગેમને હોવાર્ડ કાર્ટરનું પણ નામ અપાયું છે જેણે મકબરામાં આ વસ્તુઓ શોધી કાઢી હતી.આ ગેમનું મુળ નામ શું હશે તે કોઇને જાણ નથી.આ ગેમ ખેલાડીઓએ દસ નાની સળીઓ વડે રમવાની હોય છે જે જેકલ હેડ તરીકે ઓળખાય છે.તેમણે ફિનિશ પોઇન્ટ સુધી પહોંચાડવાની હોય છે.હાલમાં રમાતી ક્રીબેજ ગેમ આ ગેમનુંં આધુનિક રૂપ હોવાનું કહેવાય છે.

નાઇન મેન્સ નોરિસ કે કાઉબોય ચેકર્સ તરીકે ઓળખાતી ગેમ રોમન સામ્રાજ્યનાં શાસન સમયે રમાતી સ્ટ્રેટેજિક ગેમ હતી.જો કે તેને લોકપ્રિયતા તો ઇંગ્લેન્ડનાં મધ્યગાળામાં મળી હતી.આ ગેમમાં ઉપયોગમાં લેવાતા ઘણાં બોર્ડ ગેમ ઘણાં શહેરોનાં કેથેડ્રલમાં મળી આવ્યા હતા.આ રમત પણ નવ કાળા કે ધોળા મહોરા વડે રમાય છે.આમાં હરીફ ખેલાડીની ચાલને રોકવાની હોય છે અને તે બોર્ડ પર કોઇ હીલચાલ ન કરી શકે તેવી સ્થિતિમાં તેને પહોંચાડવાનો હોય છે.આજે તો જોકે થ્રી મેન્સ મોરીસ, સિક્સ મેન્સ મોરીસ અને ટવેલ્વ મેન્સ મોરીસ ગેમ પણ રમાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here