પ્રાચિન લિપિનાં રહસ્ય ઉકેલાયા

0
36
Share
Share

પ્રાચીન સમયનાં આપણાં પુર્વજો તેમનું જ્ઞાન સ્ક્રોલ, આર્ટીફિક્ટ અને ગુફાની દિવાલો પર પ્રદર્શિત કરતા હતા.જો કે કાળચક્રમાં અનેક ભાષાઓ વિલુપ્ત થઇ જવા પામી છે એટલે આપણે અનેક પ્રાચીન ભાષાઓ સમજવાને શક્તિમાન નથી.કેટલીક વખત આપણાં પુર્વજોએ તેમને જે જ્ઞાન હતું તે કેટલીક રહસ્યમય વસ્તુઓમાં સંતાડીને રાખ્યું હતું તેમનો ઉદ્દેશ્ય હતો કે આ જ્ઞાન માત્ર કેટલાક લોકોને જ પ્રાપ્ત થાય.આપણી પાસે અનેક એવી કલાકૃત્તિઓ, પ્રાચીન લખાણો, ચિત્રો અને સાયફર છે જેમાં આ પ્રાચીન લિપિ આલેખાયેલી છે જે આપણી સમજની પર છે.જ્યારે પણ આ લિપિઓને ઉકેલવામાં સફળતા મળે છે નવી માહિતીનું વિશ્વ આપણી સામે ખુલી જતું હોય છે.અહી એવા કેટલાક પ્રાચીન રહસ્યોનો ઉલ્લેખ છે જેને ઉકેલવામાં સફળતા સાંપડી છે.જેનાથી આપણી સિક્રેટ સોસાયટી, ગુમ થયેલી લાઇબ્રેરીઓ,માન્યતાઓ અને ગુપ્ત વિધિઓ અંગે નવી માહિતી સાંપડી છે.

વર્ષ ૨૦૧૪માં દાયકાઓનાં અથક પરિશ્રમ બાદ સંસોધકોને ઇજિપ્શિયન કોડેકને ઉકેલવામાં સફળતા સાંપડી હતી.કાસ્ટર હેન્ડબુક નામનાં આ પુસ્તકમાં સરસ રીતે ચિત્રો દોરાયેલા હતા જેમાં ઇજિપ્તવાસીઓની સફળતા પ્રાપ્ત કરવાની ખેવના, પ્રેમ પ્રાપ્ત કરવાની ઝંખના, રોગચાળાની સારવાર અને એકસોર્સિઝમની માહિતીનુું આલેખન કરાયું છે.આ કોડેકસમાં આદમ અને હવ્વાનાં ત્રીજા પુત્ર સેથનો ઉલ્લેખ લિવિંગ ક્રાઇસ્ટ તરીકે કરાયો છે.તેમને માનનારાઓનો સંપ્રદાય સેથિયન્સ તરીકે પ્રચલિત હતો.સંશોધકોનાં જણાવ્યા અનુસાર તે સમયે ઇજિપ્તવાસીઓની માન્યતાઓ પરંપરાગત ક્રિશ્ચિનિટીથી અલગ થઇને અન્ય તરફ ઢળી હતી.જો કે આ પુસ્તકનો ઉપયોગ કોણે કર્યો હશે તે હજી રહસ્ય છે અને આ પુસ્તક મુળ ક્યાંથી આવ્યું તે પણ કોઇને કશી જાણકારી નથી પણ આ પુસ્તક પ્રાચીન હેમોપોલીસ શહેરનો ઉલ્લેખ કરતું હોવાનુ સંશોધકો માને છે.

મૃત સમુદ્રનાં પશ્ચિમ કાંઠાનાં વિસ્તારમાં આવેલા રણવિસ્તાર ઇન ગેડી પાંચ હજાર વર્ષનો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.કહેવાય છે કે કિંગ સોલથી બચવા માટે ડેવિડે અહી જ આશરો લીધો હતો.ઇન ગેડી બાયઝેન્ટાઇન યહુદીઓનું ગામ પણ હતું.આ આખુ ગામ એક સમયે આગની જવાળાઓમાં  ભસ્મ થઇ ગયાનું મનાય છે.૧૯૭૦માં પુરાતત્વશાસ્ત્રીઓએ એક આ વિસ્તારમાં આવેલ એક પ્રાર્થનાઘરમાંથી એક સ્ક્રોલ પ્રાપ્ત કર્યુ હતું.આગમાં સળગી ગયેલું હોવાને કારણે તેને ખોલવું મુશ્કેલ હતું પણ પચાસ વર્ષ બાદ આધુનિક ટેકનોલોજીએ તે સ્ક્રોલને ખોલ્યા વિના પણ તેને વાંચી શકાય તેવું તંત્ર વિકસાવી લીધુ હતું.વૈજ્ઞાનિકોએ એક ખાસ સોફટવેરની મદદથી તેને વાંચવામાં સફળતા મેળવી હતી.આ સ્ક્રોલ બુક ઓફ લેવિટિકસનો પ્રારંભ હતો.આ પુસ્તકને સૌથી પ્રાચીન બિબિકલ ટેક્સ્ટ ગણાય છે.આ સૌપ્રથમ ટોરાહ સ્ક્રોલ હોવાનું પણ મનાય છે.ચારસો વર્ષ જુનુ એક વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક પ્રાચીન ખજાનો ધરાવતું હોવાનું સંસોધકોને જણાઇ આવ્યું હતું.આ પુસ્તકમાં વિલિયમ શેક્સપિયરનું પોટ્રેઇટ દોરાયેલું જણાયું હતું.આ એ એકમાત્ર પોટ્રેઇટ છે જે શેક્સપિયરનાં જીવનકાળ દરમિયાન દોરાયું હતું.સંશોધકો અનુસાર આ પોટ્રેઇટ કોઇ તેત્રીસ વર્ષનાં રૂપાળા યુવકનું છે.આ પોટ્રેઇટ સંશોધકોને ધ હર્બોલ નામનાં પુસ્તકમાં મળ્યું હતું.આ પોટ્રેઇટની જાણકારી વનસ્પતિશાસ્ત્રી માર્ક ગ્રિફીથને મળી હતી જે ત્યારે જહોન ગેરાર્ડનું જીવન ચરિત્ર વાંચતા હતા.આ પુસ્તકમાં તેમને એક ચિત્ર જણાયું હતું જે તેમને લાગ્યું કે એ વાસ્તવિક વ્યક્તિઓનું પોટ્રેઇટ છે.આ પુસ્તક ક્વીન એલિઝાબેથનાં લોર્ડ ટ્રેઝરરનું હતું અને તેમણે શેક્સપિયરનું ચિત્ર દોર્યુ હતું.આ સાયફરની નીચે બાર્ડની ઓળખ પણ ચિત્રિત હતી અને એથી એ ચિત્ર વધારે ઓથેન્ટીક હોવાનું ગ્રીફીનને લાગ્યું હતું.

આમ તો માયા સંસ્કૃતિની મોટાભાગની કૃત્તિઓ ડીકોડ કરી લેવાઇ છે.સત્તરસો વર્ષ પહેલા દક્ષિણ મેક્સિકોમાં એક રાજાશાહી કબર મળી આવી હતી જેને ટી ૫૧૪ ગ્લાઇફ નામ અપાયું હતું.આ કબરમાં એક ચિત્ર મળી આવ્યું હતું જેણે સાંઇઠ વર્ષ સુધી સંશોધકોને મુંઝવણમાં રાખ્યા હતા.હવે સંશોધકોને એ લાગે છે કે એ ચિત્ર દીપડાનું હોવાની શક્યતા છે.આ કબર પણ કિંગ પાકલની હોવાનું જણાઇ આવ્યું હતું.આ કબરમાં યુદ્ધ દરમિયાનની પરિસ્થિતિઓનું આલેખન કરાયું છે.તેના પરનાં લખાણોનો સંદર્ભ પણ યુદ્ધ સાથે સંકળાયેલો છે.આ ચિત્રનો સમયગાળો ઇ.સ. ૭૦૦ થી ૮૦૦ની વચ્ચેનો છે.જો કે એ હકીકત છે કે એ ગાળા દરમિયાન એટલા યુદ્ધો થયા ન હતા પણ માયા પ્રજાતિ યુદ્ધની શોખીન હતી.

અઢારમી સદીનું પુસ્તક કોપાયલ સાયફર સુંદર હોવાની સાથોસાથ રહસ્યમય પણ હતું.આ પુસ્તકની બાંધણી સોનેરી અને લીલાશ પડતા રંગનાં કાગળ સાથે કરાઇ હતી.આ પુસ્તક ૧૦૫ પાના ધરાવે છે જે હસ્તલિખિત હતા.આ પુસ્તક જો કે વિચિત્ર હતું કારણકે તેના પરનું લખાણ એવા ચિત્રો અને  પ્રતિકો ધરાવતું હતુ જેનો આ પહેલા ક્યારેય ઉપયોગ કરાયો ન હતો.તેમાં ગ્રીક અને રોમન વર્ણોનો ઉપયોગ પણ કરાયો છે.આ પુસ્તકમાં આલેખાયેલા પ્રતિકોને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરનાં  ક્રિપ્ટોગ્રાફર પ્રયાસરત હતા.જો કે તેમના માટે એ રોમન અને ગ્રીક અક્ષરો મુશ્કેલીમાં મુકનારા હતા અને કોઇને તે સમયની સ્થાનિક ભાષાની પણ જાણકારી ન હતી.આ માટે તેમણે લગભગ એંસી જેટલી ભાષાઓનો ઉપયોગ કર્યો હતો.જો કે તેમ છતાં તેને ઉકેલવામાં સફળતા મળી ન હતી.તેમણે ત્યારબાદ જર્મન ભાષાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતુ કારણકે પુસ્તક બર્લિનમાંથી મળી આવ્યું હતું અને તેના પર જર્મનીમાં ફિલિપ લખાયેલુ હતું.આ ટ્રીકને કારણે આ કોયડો ઉકેલાયો હતો.ધ કોપાયલ સાયફર હકીકતમાં એક જર્મન સિક્રેટ સોસાયટી હતી જે ઓક્યુલિસ્ટ ઓર્ડર તરીકે જાણીતી હતી.આ હસ્તપ્રતમાં તેમનો રાજકીય ઇતિહાસ અને તેમની વિધિઓ દર્શાવાઇ હતી.તેમની હસ્તપ્રતમાં આંખના ચિત્રો અનેક વાર જોવા મળ્યા હતા કારણકે તેઓ આંખને શક્તિનું પ્રતિક માનતા હતા.આ સોસાયટી એટલે જ આઇ સોસાયટીનાં નામે પણ જાણીતી હતી.

૧૯૨૮માં ઉટાહ ખાતે એક ગુફા મળી આવી હતી જેમાં પ્રાચીન સમયનાં કેટલાક ચિત્રો મળી આવ્યા હતા.આ ચિત્રો ત્યારનાં આદિવાસી અમેરિકનોએ  ૨૦૦૦ વર્ષ પહેલા દોર્યા હોવાનું મનાય છે.આ ચિત્રોને ઉકેલવાનો પણ સંશોધકોએ પ્રયાસ કર્યો હતો.

૧૯૭૦માં રોક આર્ટનાં નિષ્ણાંત પોલી સાફસ્માએ તે ચિત્રને તિક્ષ્ણ દાંત સાથે સરખાવ્યું હતુ તો જિયોલોજિસ્ટ ફ્રાંસિસ બાર્નેસે તેને ઉડતા સાપ સાથે સરખાવ્યું હતું.તેમની આ સરખામણીનું કારણ એ પણ હતું કે આ વિસ્તારમાંથી તેના અવશેષો આ પહેલા મળી આવ્યા હતા.જો કે આધુનિક ટેકનોલોજીએ દર્શાવ્યું છે કે એ ચિત્ર એક પાંખ ધરાવતા રાક્ષસનું છે.તેમના મત મુજબ આ એક ચિત્ર નથી પણ પાંચ ચિત્રો છે જે એક બીજાની ઉપર દોરાયા હતા.ડીસ્ટ્રેચ ટેકનોલોજીની મદદથી એ પાંચ ચિત્રોને અલગ કરાયા હતા.જેનાથી એ જાણ થઇ હતી કે એ ચિત્રમાં એક વિશાળકાય માનવી જેની આંખો મોટી મોટી હતી,એક ઠિગણા વ્યક્તિ, કુતરો, બકરી અને એક સાપ જેવા પ્રાણી આલેખાયા છે.ઇ.સ. ૭૯માં માઉન્ટ વિસુવિયસનાં લાવાએ પોમ્પેઇને રાખમાં તબદિલ કરી નાંખ્યું હતું.આ લાવાએ નજીકનાં શહેર હર્ક્યુલેનિયમને પણ બરબાદ કરી નાંખ્યું હતું.આ સાઇટ પર ૧૭૫૨માં કરાયેલા ખોદકામ દરમિયાન એક લાયબ્રેરી મળી આવી હતી.

આ લાયબ્રેરીમાં લગભગ ૧૮૦૦ જેટલા સ્ક્રોલ હતા પણ તે તમામ આગમાં બળી જવા પામ્યા હતા.આથી તેમાં શુ લખાયું હતુ તે જાણવું અશક્ય હતું પણ બે સદી બાદ પુરાતત્વવિદોએ એકસરેનો ઉપયોગ કરીને એ સ્ક્રોલને ઉકેલવામાં સફળતા મેળવી હતી.તેમણે સ્ક્રોલ પર આલેખાયેલ ગ્રીક અક્ષરો અને વાકયો મેળવ્યા હતા.જો કે તેમ છતાં તેને વાંચવું મુશ્કેલ હતું.જો કે એ સ્ક્રોલ પર કોઇ ગુપ્ત સંદેશા કે ભાષા ન હતી પણ તે તે સમયનાં પુસ્તકો હતા.તેમાં જાણીતા ફિલોસોફર એપિકયુરસની કવિતા અને ગદ્ય હતું.કેટલાક અજાણ્યા તત્વચિંતકોની કૃત્તિઓ પણ જણાઇ આવી હતી.આ લાયબ્રેરીને કારણે સંશોધકોને ગ્રીક અને લેટિનમાં થયેલ પ્રાચીન કાર્યની જાણકારી મળવા ઉપરાંત તે સમયે વાપરવામાં આવતી શાહી અંગે પણ મહત્વની જાણકારી મળી હતી.તેમને એ જાણકારી મળી હતી કે આ શાહીમાં ભારે માત્રામાં શીશાનો ઉપયોગ કરાયો હતો.આ પહેલા મનાતું હતું કે મેટાલિક ઇન્કનો ઉપયોગ ઇ.સ. ૪૨૦ની આસપાસ થયો હતો પણ આ હસ્તપ્રતોએ સાબિત કર્યુ કે તેનો ઉપયોગ લાંબા સમયથી થતો હતો.

હીબ્રુ એ જાણીતી ભાષા છે તેવામાં હાલમાં આ ભાષામાં મળી આવેલ કેટલીક કૃત્તિઓનો અનુવાદ કરતા જણાયું છે કે આર્ક ઓફ કોવેનન્ટ સાથે અસલમાં શુ થયું હતું.ટ્રીટીઝ ઓફ ધ વેસલ્સ નામના દસ્તાવેજ અનુસાર બેબિલોનિયન સમ્રાટ નેબ્યુચેન્ડન્જાર બીજાએ કિંગ સોલોમનનું મંદિર તોડી પાડ્યું ત્યારબાદ આર્કને ત્યાંથી અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું.આ કાર્યમાં પ્રોફેટની મદદ લેવાઇ હતી.

આ પવિત્ર ગ્રંથ અન્ય ખજાનો લેવિટેસે પોતાની પાસે રાખ્યો હતો.જો કે કોવેનન્ટ અંગે તો આ દસ્તાવેજમાં એટલું જ કહેવાયુ છે કે તે તમામ ઇઝરાયેલથી ગુપ્ત રાખવામાં આવ્યું છે.જો કે એ સ્થળ ક્યાં છે એ અંગેનો કોઇ સંકેત તેમાં આપવામાં આવ્યો ન હતો.કેટલાક આ દસ્તાવેજોને ઐતિહાસિક ગણાવે છે પણ તેનો કોઇ પુરાવો મળી શક્યો નથી.સંશોધકો ચાર હજાર વર્ષ પહેલાની ફિયાસ્ટોસ ડિસ્કને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે.આ ડિસ્ક ૧૯૦૮માં ફિયાસ્ટોસ નામનાં ટાપુનાં જવાળામુખી પર્વતમાંથી મળી આવી હતી.આ ડિસ્કનું કદ છ ઇંચનું છે અને એ પકવેલી માટીની બનેલી છે.તેની બંને તરફ પિસ્તાલીસ જેટલા પ્રતિકો છે.આ આખુ ચિત્ર કાર્ટુન પિક્ચર જેવું લાગે છે.આ ડિસ્કને ઉકેલવાનું કાર્ય ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં લગભગ છ વર્ષ ચાલ્યું હતું અને ત્યારબાદ તેના પરની ૯૦ ટકા માહિતી ઉકેલી લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.આ ડિસ્કમાં મધર શબ્દનો ઉપયોગ સૌથી વધારે વખત કરાયો હતો તેના પરથી સંશોધકોને લાગે છે કે આ ડિસ્ક મિનોન યુગની છે અને તેના પર માતૃદેવીની પ્રાર્થના અંકિત છે.તેના પર ગર્ભવતી મહિલાનું ચિત્ર અંકિત કરાયું છે.

વોયનિક મેન્યુસ્ક્રીપ્ટને ઉકેલવાનું કામ અત્યંત દુષ્કર મનાય છે.જો કે સંશોધકોને આ દુષ્કર કાર્યમાં થોડી સફળતા સાંપડી છે.લિંગ્વિસ્ટીકનાં પ્રો.સ્ટીફન બેકસે આ પુસ્તક પર અંકિત કરાયેલા કેટલાક ચિત્રો જે વનસ્પતિ અને જયોતિષશાસ્ત્રનાં ચિહ્નો હોવાનું જણાવ્યું છે.વોયનિક મેન્યુસ્ક્રીપ્ટમાં સંખ્યાબંધ ચિત્રો છે.પ્રો.બેકસે કહ્યું છે કે આ ચિત્રોમાં કેટલાક ચિત્રો તારાસમુહો અને વનસ્પતિને લગતા છે જે જાણીતા છે.તેમણે લગભગ ચૌદ જેટલા શબ્દોની ઓળખ કરી છે.જેનાથી તેઓ અન્ય છ જેટલા શબ્દો ઉકેલી શક્યા હતા.જો કે એમનો આ પ્રયાસ તો આંશિક પણ ન કહી શકાય કારણકે તે મેન્યુસ્ક્રીપ્ટમાં સંખ્યાબંધ ચિત્રો અંકિત કરાયેલા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here